સમગ્ર વિશ્વમાં વલ્ર્ડ વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે પોરબંદર જિલ્લામાં પણ ર4 જેટલા મોટા અને રર6 જેટલા સેટેલાઈટ વેટલેન્ડ આવેલા છે. જેમાં અનેક વિદેશી પક્ષાીઓ શિયાળા દરમિયાન મહેમાન બન્યા છે. ઈરાનમાં બે ફેબ્રુઆરી 1971 ના દિવસે રામસર ક્ધવેન્શન ઓફ વેટલેન્ડનું આયોજન થયું હતું. ત્યારથી તેની યાદમાં દર વષ્ર્ો આ દિવસને વલ્ર્ડ વેટલેન્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં નોંધપાત્ર એવા હજારો વેટલેન્ડ આવેલા છે. જેમાં 440 જેટલા દરિયાઈ વેટલેન્ડ છે જ્યારે 390 તળભૂમિના વેટલેન્ડ છે. 1998 માં સ્પેશ એપ્લીકેશન સેન્ટર દ્વારા પ્રસારીત થયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે દેશભરમાં સહુથી વધુ વેટલેન્ડ વિસ્તાર ગુજરાતમાં આવેલો છે. જો પોરબંદર જિલ્લાની વાત કરીએ તો જિલ્લાભરમાં નાના-નાના રર6 જેટલા સેટેલાઈટ વેટલેન્ડ આવેલા છે તો ર4 જેટલા મોટા વેટલેન્ડ આવેલા છે. જેમાં મોકરસાગર, કુછડીનો ખારો, બરડાસાગર, ગોસાબારા અને ખંભાળા-ફોદાળા ડેમનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં સાઈબેરીયા, અફઘાનિસ્તાન, બલુચીસ્તાન અને રશીયાથી લાખોની સંખ્યામાં વિદેશી પક્ષાીઓનું શિયાળા દરમિયાન આગમન થાય છે. લગભગ 1રપ જેટલી પ્રજાતિના પક્ષાીઓ અહીં મહેમાન બને છે. જેમાં આ જળપ્લાવિત વિસ્તારમાં ફૂટ, ઈગરેટ, સ્પુનબીલ, પોન્ડ એરોન, રીફ્રેરોન, ગ્રે રોન અને ગ્રીન્ડીએડર જેવા વિવિધ પ્રકારના પક્ષાીઓ જોઈ લોકો રોમાંચીત થઈ જાય છે. જો કે હાલ દિવસે ને દિવસે જળપ્લાવિત વિસ્તારોનો વ્યાપ ઘટતો જાય છે. ત્યારે આવા વેટલેન્ડનું સંરક્ષાણ કરવું ખૂબ જરૂરી બને છે. આવા વિસ્તારોમાં થતું પ્રદૂષણ અટકાવવું જોઈએ.
પોરબંદર: આજે વલૂડ વેટલેન્ડ-ડે’ની થશે ઉજવણી
Previous Articleગોંડલ માર્કેટીંગ યાર્ડમાં 15થી વધુ રાજયનાં વેપારીઓ ખરીદી માટે આવ્યા અને આપ્યા મંતવ્યો
Next Article કોડીનાર સુગર ફેકટરી નહીં તો મત નહીં…