કારનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ગોસા ચેક પોસ્ટ પાસેથી આરોપીઓને દબોચી લીધા: યુવતીની માતા અને મામા સહિતના સામે નોંધાતો ગુનો
પોરબંદરમાં યુવતીના અપહરણની એક ઘટના બની હતી. જેમાં આ યુવતીના પરિવારજનો સહિતના 8 જેટલા શખ્સો પોરબંદરથી યુવતીનું અપહરણ કરી નાસી છૂટ્યા હતા, પોલીસે આ તમામ શખ્સોને ઝડપી લઈ તેઓની સામે અપહરણ સહિતની ફરિયાદ નોંધી છે.
પોરબંદરના છાંયા વિસ્તારમાં રઘુવંશી સોસાયટી પાછળ મેઘમાયા નગરમાં રહેતા શૈલેષ ભરતભાઈ સાદીયા નામના યુવાનને કુંભારવાડા વિસ્તારમાં રહેતી શાહીના અમીનભાઈ પરમાર નામની યુવતી સાથે પ્રેમસબંધ હતો
અને બંનેએ 1પ દિવસ પૂર્વે લગ્ન માટે રળસ્ટ્રાર કચેરી ખાતે કાર્યવાહી પણ કરી હતી, પરંતુ તેમના ઘરે જાણ થઈ જતા રળસ્ટ્રેશન રદ કરાવ્યું હતું અને ત્યારબાદ છેલ્લા 1પ દિવસથી તે પોતાની મરળથી શૈલેષ સાદીયાના ઘરે રહેવા ગઈ હતી.
ત્યારે ગઈકાલે અચાનક જ ઇકો કારમાં ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારો સાથે સ થઈ શાહીનાના મામા સહિત પરિવારના સભ્યો આવી પહોંચ્યા હતા જેમાં સાળદ મામદ સોલંકી, સફિર મામદ સોલંકી,અશરફ ઈકબાલ સોલંકી, સોહીલ યુનુસ સોલંકી, ઇરફાન મહેબૂબ પરમાર,અને સમીર મહેબૂબ પરમાર વગેરે કોડીનારના હતા, જેમાંથી સફિર મામદ સોલંકી એ છરી બતાવી અને શાહીનાનો હાથ પકડી કહ્યું હતું કે અમે બધા તને લેવા માટે પહેલેથી જ નક્કી કરીને આવેલ છે અને આજે તને કોઈ પણ ભોગે અહીથી લઈ જવી છે તેમ કહી એ તમામ છ શખ્સોએ આ યુવતીને બળજબરીથી ઢસડીને ઇકો કારમાં બેસાડી દીધી હતી,
એ દરમિયાન યુવતીએ બૂમાબૂમ કરતા તેના સસરા ભરતભાઈ સાદીયા ત્યાં આવતા તેઓને પણ છરી બતાવી ધમકી અપાઈ હતી. ત્યારબાદ આ યુવતીનું બળજબરીથી અપહરણ કરી લીધું હત
ું એ દરમિયાન કારમાં ફરિયાદી શાહીનાની માતા રસીઘ અનુ પરમાર ઉપરાંત તેની બહેન સનમ અનુ પરમાર વગેરે પણ મદદગારીમાં હતા. મોડી સાંજે બનેલી આ ઘટનામાં પોલીસે અપહરણ કરનારા આ શખ્સોને ગોસાબારા ચેકપોસ્ટ નળકથી ઝડપી લીધા હતા.