મહિલા સહિત આઠ શખ્સોએ સમાધાન માટે બોલાવી યુવાનો પર હુમલો કરતા નોંધાતો ગુનો
પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ મારામારી ના અનેક બનાવો બની રહ્યા છે.ત્યારે ગઈકાલે ધુળેટીના દિવસે એક મારામારીની ઘટના સામે આવી છે.જેમાં કોલીખડા ગામના ચોક ખાતે એક સોસાયટીમાં દાંડીયારાસ નો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં એક શખ્સ દ્વારા ત્યાંથી હોર્ન વગાડી બાઈક હંકારતો હોવાથી એક યુવાને તેને હોર્ન વગાડવાની ના પડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.જે બાબતે ત્રણ યુવાનને સમાધાન માટે બોલાવી આંઠ શખ્સોએ તલવાર અને ધોકા પાઇપ વડે હુમલો કરી માર મારતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ નવી ખડપીઠ પાછળ રહેતા ડાયાભાઈ સાજણભાઈ મારું એ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં આરોપીઓમાં પોપટ પાલા હુંન, રાજુ મોરી, રાજુ મોરીનો ભાઈ,પોપટ પાલાનો ભત્રીજો બાવો, રાજૂ ગરચર અને પોપટ પાલાની પત્નીના નામો આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે , ગઈકાલે ધુળેટીનો તહેવાર હોવાથી તેમના લતાં વાસીઓ દ્વારા દાંડીયારાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજુ મોરી નો ભાઈ ત્યાંથી બાઇક લઇ જોર જોરથી હોર્ન મારી પસાર થતો હોવાથી તેને હોર્ન મારવાની ના પાડી હતી.જેમાં તેને ગાળો આપી બોલાચાલી કરી હતી.
જે બાબતે ઝઘડો થતાં તેઓને પોપટ પાલાએ સમાધાન માટે બોલાવ્યા હતા. જેમાં ડાયાભાઈ તેની સાથે રવિ કિસા અને સાજન ભિમાં ગયા હતા.જેમાં તેઓએ સમાધાન નહીં કરી ફરિયાદી અને તેની સાથે આવેલા બે મિત્રો પર તમામ શખ્સોએ તલવાર અને ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો જેમાં બે યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેથી પોલીસે ડાયાભાઇની ફરિયાદ પરથી સાત સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.