પ્રાંત અધિકારી અને નાયબ કલેકટરની ખોટી સહી કરી જમીન રિ-ગ્રાન્ટનો ડુપ્લીકેટ ઓર્ડર ધાબડી 3.15 લાખની ઠગાઇ કરી

પોરંબદર તાલુકાના વિસાવાડ ગામનાના સર્વે નંબર 2051ની 2 એકર 6 ગુઠા જમીન રીગ્રાન્ડ કરાવી આપવાના બહાને પોરબંદરના કહેવાતા પત્રકારે ટયુશન કલાસિસના સંચાલક સાથે રુા.3.15 લાખની છેતરપિંડી કરી પોરબંદર પ્રાંત અધિકારી અને નાયબ કલેકટરની ખોટી સહી કરી બોગસ ઓર્ડર તૈયાર કરી ધાબડી દીધા ેંની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ વિસાવાડા ગામના વતની અને પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ટયુશન કલાસિસના સંચાલક દિપકભાઇ ચનાભાઇ શીંગરખીયાએ પોરબંદરના છાયા વિસ્તારમાં  રહેતા ભાર્ગવ સુરેશચંદ્ર જોષી નામના શખ્સ સામે પ્રાંત અધિકારી અને નાયબ કલેકટરની ખોટી સહી સાથે બોગસ ઓર્ડર તૈયાર કરી રુા.3.15 લાખની છેતરપિંડી કર્યાની કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિપકભાઇ શીંગરખીયાના પિતા ચનાભાઇ ઘેલાભાઇ  શીંગરખીયાની વિસાવાડાની જમીન જૂનાગઢ કોર્ટમાં લેન્ડ અપીલ કરી હતી આ જમીનમા ફળઝાડ વાવી શકાય તેમ હોવાનો ચનાભાઇ શીંગરખીયાની તરફેણમાં હુકમ થયો હતો. પરંતુ જમીન રીગ્રાન્ટ થતાં લાંબો સમય થતા ચનાભાઇ શીંગરખીયાના પુત્ર દિપકભાઇ શીંગરકીયા ગાંધીનગર ગયા હતા ત્યારે તેમને પોરબંદરના જ ભાર્ગવ સુરેશચંદ્ર જોષીનો પરિચય થયો હતો તેઓએ રીગ્રાન્ડ કરાવી આપવાનું કહી ફી પેટે રુા.1 લાખ 2018માં લીધા હતા ત્યાર બાદ કટકે કટકે ખર્ચ માટે રુા.3.15 લાખ પડાવ્યા હતા પરંતુ રીગ્રાન્ડનો ઓર્ડર કરાવી ન શકતા ભાર્ગવ જોષીએ દિપકભાઇ શીંગરખીયાને એક લાખ પરત આપી દીધા હતા અને પ્રાંત અધિકારી અને નાયબ કલેકટરની સહી કરેલો ઓર્ડર વિસાવાડાની જમીન રીગ્રાન્ડ થયા આપ્યો હતો.

ભાર્ગવ જોષીએ આપેલા ઓર્ડર અંગે તપાસ કરતા તેમાં પ્રાંત અધિકારી અને નાયબ કલેકટરની ખોટી સહી સાથે બોગસ ઓર્ડર બનાવ્યાનું સામે આવતા આ અંગે દિપકભાઇ શીંગરખીયાએ ભાર્ગવ જોષીનો સંપર્ક કરતા જે થાય તે કરી લેવા અને હું પત્રકાર છુ આ ઓર્ડર મે જ બોગસ બનાવ્યો છે. તેમ કહી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે. પીએસઆઇ એમ.એલ.આહિરે ભાર્ગવ જોષી સામે બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.