પોરબંદર સમાચાર
પોરબંદરમાં હજુ શિયાળાએ પણ પોતાનો અસલી રંગ બતાવ્યો નથી માવઠા જેવું વાતાવરણ છે અને ઉનાળો હજુ ઘણો દુર છે પરંતુ ઉનાળાનું ફળ ગણાતી કેસર કેરીની આવક માર્કેટિંગ યાર્ડ ખાતે થઇ છે વર્ષોથી યાર્ડમાં ફળોના હોલસેલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાણાવાવની જાંબુવાનની ગુફા નજીકના ફાર્મમાં થી ૨ બોક્સ કેરીની આવક થઇ હતી. જે બન્ને બોક્સ હરરાજીમાં કિલોના ૭૦૦ લેખે વેચાયા હતા ઉલ્લેખનીય છે કે હજુ મોટા ભાગના આંબામાં મોર પણ નથી આવ્યા ત્યારે યાર્ડ ખાતે કેરીની હરરાજી થતા ત્યાં આવેલા વિવિધ ગ્રાહકોમાં અને ધંધાર્થીઓમાં પણ આશ્ચર્ય જોવા મળતું હતું એ સિવાય અન્ય એક વેપારીને ત્યાં પણ એક બોક્સ કેરી આવી હતી .જેનું રૂપિયા ૬૦૦ ની કિલોના ભાવે વેચાણ થયું હતું. નવેમ્બર મહિનામાં કેરીની યાર્ડ ખાતે આવક થઇ હોય તેવું યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું હોવાનું વેપારી એ જણાવ્યું હતું .
ભર શિયાળે કેસર કેરી આવતા કેરીના વેપારીએ ગુલાબ અને પેંડા વેચીની કેરીને આવકારી હતી. હરાજીમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા વળ્યા હતા.નાના મોટા સૌ કોઈ ઉનાળામાં સૌથી વધુ જે ફળ આરોગવાની રાહ જોઈને બેઠા હોય છે તે ફળ એટલે ફળોના રાજા એવી કેસર કેરી. રાજ્યમાં ગીરની કેસર કેરી અને હવે પોરબંદર જિલ્લાની સ્થાનિક બિલેશ્વર, ખંભાળા અને કાટવાણાની કેરીની પણ બજારમાં સારી માંગ રહે છે. કેરી ઉનાળુ ફળ ગણાય છે અને ઉનાળામાં જ કેરી વેચાણ માટે બજારામં આવતી હોય છે. આ વખતે વાતાવણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર ઉનાળાને બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સહિત સૌ કોઈ માટે આ બાબતને લઈને ભારે કુતૂહલ સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યુ છે..