કોઈપણ પક્ષ ઉમેદવાર ઠોકી બેસાડશે તો હારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે

પોરબંદર લોકસભા વિસ્તારમાં ભાજપ કે કોંગ્રેસ જો આયાતી ઉમેદવાર ઠોકી બેસાડશે તો તેને હારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. પોરબંદર લોકસભા મત વિસ્તારમાં સાત વિધાનસભા બેઠકોમાં પોરબંદર, કુતિયાણા, માણાવદર, કેશોદ, ગોંડલ, ધોરાજી, જેતપુર, ગોંડલ સહિત બેઠકોનો સમાવેશ થાય છે ત્યારે મતદારોમાં પણ હવે જાગૃતતા આવી હોય તેમ આ વિસ્તારની પ્રજા હવે આયાતી ઉમેદવારો ઠોકી બેસાડશે તો તેને હારનો સ્વાદ ચખાડવાના મુડમાં છે. ગત ધારાસભાની ચુંટણીમાં ભાજપે માણાવદર બેઠક ઉપર આનો કડવો અનુભવ કરી ચુકયું છે

ત્યારે આજ વખતે ભાજપ આ લોકસભાની બેઠક ઉપર માત્ર જીત માટે જો સાત વિધાનસભા સિવાય અન્ય મતક્ષેત્રનો ઉમેદવાર મુકશે તો ભાજપને હારનો સામનો કરવો પડશે. જયારે કોંગ્રેસ પણ જો બહારથી ઉમેદવાર મુકશે તો તેને પણ જનતા ઘરનો સ્વાદ ચખાડવા અચકાશે નહીં ત્યારે દુધનો દાજયો ભાજપ ગત વખતે માણાવદર બેઠક ઉપરથી બોધપાઠ લઈ આ વખતે આયાતી ઉમેદવારની પસંદગી કરે તેવી નહિવત શકયતાઓ છે.

હાલમાં આ વિસ્તારમાંથી સ્થાનિક ઉમેદવારોમાં ભાજપમાંથી જયેશભાઈ રાદડિયા કે પરિવારનાં કોઈ સભ્ય તેમજ પૂર્વમંત્રી જશુબેન કોરાટ પ્રબળ દાવેદાર મનાય છે. જયારે કોંગ્રેસમાંથી વર્તમાન ધારાસભ્ય લલિતભાઈ વસોયા અને ડુમીયાણી, સુપેડી વિસ્તારમાં શિક્ષણ સાથે સંકળાયેલા પૂર્વ મંત્રી બળવંતભાઈ મણવરની દિકરી ઉવર્શીબેન પટેલનું નામ રાષ્ટ્રીય કોર કમિટીમાં ગાજી રહ્યા છે. જો આમાથી કોઈપણ પક્ષ સ્થાનિકની પસંદગી કરશે તો જીતવાની શકયતાઓ વધી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.