પોરબંદર શહેરના રસ્તાઓ વાહન માટે પહોળા થાય છે નવા બને છે, પરંતુ આમ નાગરિકો જેના પર ચાલતા હોય છે તે ફૂટપાથની સરેઆમ ઉપેક્ષા થઇ રહી છે. શહેરના 300 કિલોમીટરના રસ્તા પર ફૂટપાથ માત્ર્ા ર0 કિલોમીટર છે અને તેમાં પણ ચાલી શકાય તેવી માત્ર્ા પાંચ કિલોમીટર હશે, બાકીની ફૂટપાથો પર દબાણ હોવાનું ખુલ્યું છે. પોરબંદર શહેરનો વ્યાપ વધતો જાય છે. અગાઉ ખાપટ અને બોખીરા બાદ ધરમપુર અને છાયાનો પણ સમાવેશ પોરબંદરમાં કરાયો છે.

શહેરના રસ્તાઓ વિસ્તરતા જાય છે પરંતુ સામાન્ય નાગરિકો ચાલી શકે તે માટે ફૂટપાથ બનાવવામાં પણ ઉપેક્ષા સેવાઈ રહી છે. શહેરના એમ.ળ. રોડ સહિતની મુખ્ય બજારો માં આવેલી ફૂટપાથ પર પગ મૂકી શકાય તેવી જગ્યા જ નથી રહી, એટલા દબાણો દુકાનદારો અને લારી, પાથરણા વાળા એ ખડકી દીધા છે. તે જ રીતે જુના રસ્તાઓ પરથી પણ ફૂટપાથ ગાયબ થતી જાય છે.

પાલિકા જૂની બજારોમાં ફૂટપાથ બનાવવાનું ઇચ્છનીય નથી ગણતી, જેના કારણે નવા વિસ્તારોના મુખ્ય માર્ગો સિવાય ભાગ્યે જ ફૂટપાથ બને છેે પાલિકાના સુત્ર્ાો એ જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરના ખોદકામ બાદ ધૂળિયા બનેલા માર્ગોનું તબક્કાવાર નવીનીકરણ કરાયું છે, તો અમુક માર્ગો બાકી છે તેની કામગીરી ચાલી રહી છેે. શહેરમાં વાહનોની સંખ્યા વધી હોવાથી  રસ્તા પર દિવસેને દિવસે ટ્રાફિક વધતો જાય છે ત્યારે પાલિકાએ રસ્તા પહોળા કરવાના બદલે આઠ માસ પહેલા રૂપાળીબાગ પાસે રસ્તાની બન્નો બાજુએ આવેલ ફૂટપાથ પર બગીચા અને ફુવારા ખડકી દીધા છે. જેથી ફૂટપાથની સુવિધા જ છીનવાઈ ગઈ છે જેની  શહેરીજનો દ્વારા પણ ટીકા કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.