પોરબંદર: માધવપુર ઘેડથી પાતા સુધી હાઇવે ઉપર રખડતા ગૌવંશના અનેકવાર રોડ અકસ્માત સર્જાતા હોય ત્યારે માંગરોળ માળીયાના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાના પુત્ર વિકાસ કરગટીયાને એક સુંદર વિચાર આવ્યો કે રખડતા ગૌવંશને રેડિયમ બેલ્ટ લગાવીતો અકસ્માતના સજાતા રોકી શકીએ. જેથી આ અવિરત કાર્ય કરવા માટે વિકાસ કરગટીયા દ્વારા પોરબંદર ટ્રાફિક પોલીસ PSI કે.બી. ચૌહાણની સાથે હોટલ માધવ ગ્રુપના કાર્યકરો દ્વારા માધવપુર થી પાતા સુધી હાઇવે ઉપર રખડતા ગૌવંશને રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા હતા.
જેથી ગૌવંશ અકસ્માતના ભોગી ન બને તેમજ વાહન ચાલકોને પણ અક્સ્માતનો ભોગીના બનવું પડે. ત્યારે ઉલેખનીય છે કે જો તંત્ર દ્વારા પણ ગૌવંશને બચાવવા માટે એટલા પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય તો વાહનચાલકોએ પણ પોતાનું વાહન ને અવર સ્પીડમાં ના ચલાવવું જોઈએ જેથી કરીને ગૌવંશ કે અન્ય મૂંગા અબુલ જીવો વાહન સાથે ટકરાય અને ઇજાગ્રસ્ત ન બને જેથી ગૌવંશ માટે ગામોગામ ગૌપ્રેમીઓ દ્વારા એક અભિયાન હલાવવામાં આવે કે હરેક રખડતા ગૌવંશોને રેડિયમ બેલ્ટ મરાવવામાં આવે તો વધુમાં વધુ અકસ્માત સર્જાતા આપણે રોકી શકીશું.
ત્યારે વિકાસ કરગટીયા તેમજ પોરબંદર ટ્રાફિક PSI કે.બી.ચૌહાણ તથા પો.કોન્સ. સંજય દુર્ગાઈ, ડ્રા.મયુર બાલશ, ટી.આર.બી. કુલદિપ સરવૈયા. હોટલ માધવ માધવપુરના ગ્રુપના કાર્યકરો તેમજ પુજા જાડેજા, કરા મોકરિયા ઉપસ્થિતિ રહીને વધુમાં વધુ ગૌવંશને હાઇવે પર રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા ને સાથો સાથ 20 કિલો થી વધુ લાડવા બનાવી ને ગૌવંશ ને ખવડાવવામાં આવ્યા હતા.
પરેશ નિમાવત