પોરબંદર શહેરમાં એક અઠવાડીયાથી કોરોનાનું સંક્રમણ વધી રહ્રાું છે. ત્યારે પાલિકા કચેરી ખાતે પણ બિનજરૂરી ન આવવા પાલિકાના અધિકારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.
પોરબંદર શહેરમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને તંત્ર સજાગ બન્યું છે. જેને લઈને પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે લોકોએ અત્યંત જરૂરી કામ હોય તો જ નગરપાલિકાના બિલ્ડીંગ સુધી આવવું. બાકી સફાઈ સહિતની સમસ્યાઓ માટે પાલિકાની એપ્લીકેશન તેમજ પાલિકાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવો. જેથી કોરોનાનું સંક્રમણ અટકાવવામાં મદદ મળી રહે…