જુલાઈ માસમાં રૂપીયા ભર્યા બાદ ડિસેમ્બરમાં નોટિસ આપી, પાલીકા ખાતેના ડેટામાં અપડેટ ન થતા ધારકોને હાલાકી

પોરબંદર નગરપાલિકાની બેદરકારીને કારણે વધુ એક વખત લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં પોરબંદર નગરપાલિકાની એપ્લીકેશન મારફત રૂપીયા ઓનલાઈન ટ્રાન્જેકશનથી જમા કરાવી દીધા બાદ પણ કોમ્પ્યુટરમાં જમા ન થતા ગ્રાહકોને નોટીસ આપવામાં આવે છે. જેથી અનેક મિલ્કતધારકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

એકતરફ સરકાર રોકડ વહીવટ અટકાવવા કેશલેસની વાતો કરે છે અને પાલિકા સહિતની કચેરીઓમાં ઓનલાઈન પેમેન્ટ માટે સુવિધા પણ આપવામાં આવી છે. પરંતુ આ સુવિધાનો લાભ લેતા ગ્રાહકો ક્યારેક મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે. આવા જ બનાવો પોરબંદર નગરપાલિકા કચેરી ખાતે બન્યા છે. પોરબંદરની પાલિકા દ્વારા મિલ્કત વેરો વસૂલાત માટે ઘરે-ઘરે બિલો મોકલવામાં આવે છે. મોટાભાગના ગ્રાહકો તાત્કાલીક બિલ ભરવા પાલિકા કચેરીએ પહોંચી જાય છે તો કેટલાક ગ્રાહકો ઓનલાઈન પેમેન્ટ કરતા હોય છે. પરંતુ ત્યારબાદ પાંચ મહિના પછી આ જ વેરો ભરવા માટેની નોટીસ આપવામાં આવે ત્યારે ગ્રાહકો ચોંકી ઉઠે છે અને તાકીદે પાલિકા કચેરી ખાતે પહોંચી જાય છે. આવા અનેક બનાવો બની રહ્રાા છે.

મિલ્કતધારકોએ જણાવ્યું હતું કે ગત સાતમા માસમાં મિલ્કતવેરાનું બિલ મળતા તે વેરો પાલિકાની સાઈટ પર જઈને ઓનલાઈન ચૂકવી દીધો હતો. તેમ છતાં પાંચ માસ બાદ આ વેરા માટેની નોટીસ મોકલવામાં આવતા આ મિલ્કત ધારક ચોંકી ઉઠ્યા હતા. ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોવા છતાં નોટીસ મળતા તેઓ પાલિકા કચેરી ખાતે દોડી ગયા હતા અને ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોમ્પ્યુટરમાં આ અંગેનું અપડેટ થયું ન હોય જેથી ઓનલાઈન પેમેન્ટ કર્યું હોવાનો પુરાવો ગ્રાહક પાસે માંગવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ગ્રાહક પાસે પુરાવો હતો અને તે રજુ કયર્ો હતો.

પરંતુ આવા અનેક ગ્રાહકોએ ઓનલાઈન પેમેન્ટ કરી દીધા બાદ પણ નોટીસ મળતા પાલિકા ખાતે ધક્કા ખાઈ રહ્રાા છે અને સમય વ્યય કરી રહ્રાા છે. ત્યારે પાલિકાના તંત્રએ જણાવ્યું હતું કે 100 કે ર00 કેસમાં આવો એક કિસ્સો સામે આવતો હોય છે. ઓનલાઈન રૂપીયા ભરવા કરતા રૂબરૂ આવી રૂપીયા ભરી જવા તે વધુ સરળતા રહેશે. ખુદ પાલિકા તંત્ર પણ ઓનલાઈન ટ્રાન્જેકશન પર ભરોસો કરતું નથી, ત્યારે હવે આવા કડવો અનુભવ થયેલા ગ્રાહકોને ફરળયાત લાઈનમાં ઉભા રહીને પોતાના બિલ રૂબરૂ જમા કરાવવા પડશે. ત્યારે શહેરીજનોને પડી રહેલી આ મુશ્કેલીને દૂર કરવા પાલિકા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.