ગોંડલ, જેતપૂર, જામકંડોરણા, ઉપલેટા, કુતિયાણા, બાટવા, કેશોદમાં અપાશે એમ્બ્યુલન્સ
હાલ કોરોનાનો કાળો કહેર વર્તાય રહ્યો છે. દિન -પ્રતિદિન કોરોના સંક્રમણ વધી રહ્યું છે.ત્યારે ગોંડલ શહેર પંથકમાં કોરોનાની મહામારી સામે સામાજીક સંસ્થાઓ, દાતાઓનાં દાનની સરવાણી થઈ રહી છે. ત્યારે ગોંડલના રહેવાસી અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા પોતાની સવા કરોડની રૂપિયાની ગ્રાંટમાંથી સાત એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જે પંદર દિવસમાં આવી જશે અને ગોંડલ, જેતપૂર, જામકંડોરણા, ઉપલેટા, કુતિયાણા, બાટવા તેમજ કેશોદ પહોચતી કરી દર્દીઓની સેવામાં લગાડી દેવામાં આવનાર છે.
પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકએ જણાવ્યું હતુ કે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર કોરોનાની લડત સામે દિવસ રાત એક કરી પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે સાંસદની સવા કરોડની ગ્રાંટમાંથી રૂ.18 લાખની એક એમ્બ્યુલન્સ જેવી સાત એમ્બ્યુલન્સ મંજૂર કરવામાં આવી છે.જેમાં ઓકિસજન સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે અને પંદર દિવસમાં આવી જશે ઉપરોકત તમામ વિધાનસભા ક્ષેત્રમં પહોચતી કરી દેવામાં આવશે.