પર્યાવરણ વિભાગની ઘોર ઉપેક્ષાથી અડધો-અડધ કાંઠાળા વિસ્તારોમાં પ્રદુષણ, જમીનની ખારાશ અને ધોવાણની સમસ્યા વકરી

સૌરાષ્ટ્રને કુદરતી રીતે મળેલો વિશાળ દરિયા કિનારો અત્યાર સુધી આશાવાદરૂપ સાબિત યો છે. પરંતુ પર્યાવરણ વિભાગની ઘોર ઉપેક્ષાના કારણે આ વિશાળ દરિયા કિનારો હવે સમસ્યારૂપ પુરવાર ઈ રહ્યો છે. દરિયા કિનારે સતત ફેલાઈ રહેલા પ્રદુષણ જમીનમાં આગળ વધતી ખારાશ, જમીન ધોવાણ સહિતની સમસ્યાી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોના નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના નાગરિકોની આ સમસ્યાને પોરબંદરના સંસદ સભ્ય રમેશભાઈ ધડુકે વાચા આપીને લોકસભામાં ધારદાર રજૂઆત કરી હતી.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આગળ વધી રહેલી ખારાશ સહિતની સમસ્યાના મુદ્દે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે લોકસભામાં પ્રશ્ર્ન પુછયો હતો. દરિયાઈ સપાટી વધવાના કારણે પોરબંદર અને ગુજરાતના અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારાશ વધી રહી છે ? આ વધતી ખારાશી રાજ્યમાં જળચર ઉછેર અને ખેતી સામે ખતરો ઉભો ઈ રહ્યો છે. તેની સામે કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય કોઈ નક્કર નીતિ ઘડી રહ્યું છે કે કેમ ? તેની વિગતો માંગીને આ સમસ્યાના નિરાકરણ માટે અભ્યાસ કરવા એક ઉચ્ચસ્તરીય કેન્દ્રીય ટીમને મોકલવા રજૂઆત કરી હતી જેના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી બાબુલ સુપ્રિયોએ જણાવ્યું હતું કે, જેમના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય પાસે ગુજરાતના દરિયાકાંઠે વધી રહેલી ખારાશના કોઈ ડેટા ની. તેમના મંત્રાલય દ્વારા પર્યાવરણ સુરક્ષા ધારા ૧૯૮૬ મુજબ દરિયાકાંઠે ખારાશ ઘટાડવા પાણીની ગુણવત્તાના વિવિધ માપદંડો મુજબ પાણીને ઓગળેલા ઓક્સિજન, બેકટેરીયા અને ભારે ધાતુઓી ટ્રીટ કરવામાં આવે છે. ખારા પાણીને વિવિધ ટ્રીટમેન્ટ કરીને મીઠુ કર્યા બાદ ઉપયોગમાં લેવા માટેની વ્યવસ કરી છે તા દરિયા કિનારે કચરો ન નાખવામાં આવે તે માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) નોટિફીકેશન ૨૦૧૧ હેઠળ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે ૧૫માં નાણાપંચ સમક્ષ રાજ્યના દરિયાકાંઠે વધી રહેલી ખારાસ ધોવાણ સહિતની સમસ્યાના નિરાકરણ માટે ૨૩,૭૨૦ કરોડ રૂપિયાની માંગ કરી હતી. આ દરખાસ્તમાં રાજ્ય સરકારે નાણા પંચને જણાવ્યું હતું કે, ગુજરાતના ૫૨.૩ ટકા ખેતીની જમીનમાં ખારાશ પ્રવેશી છે અને ખારા રણની સમસ્યા દિવસે-દિવસે વધુ વિકરાળ બની રહી છે. દેશમાં રાજસન બાદ ગુજરાત વધતી ખારાશ અને ખેતીની જમીનના ધોવાણમાં બીજા નંબરે હોવાની પણ રજૂઆત કરી હતી.

ધડુકે સૌરાષ્ટ્ર અને ગુજરાતની આ વિકરાળ સમસ્યા અંગે લોકસભામાં ધારદાર સચોટ રજૂઆત કરીને મોદી સરકારનું ધ્યાન ખેંચીને આ સમસ્યાના તુરંત નિરાકરણ લાવવાની માંગ કરી હતી. આ મુદે મોદી સરકારે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.