પોરબંદર P.G.V.C.L. ડીવીઝન હેઠળના વિસ્તારોમાં વિજચોરીની અનેક ફરિયાદો ઉઠી હતી, ત્યારે P.G.V.C.L. સર્કલે છેલ્લા પાંચ દિવસમાં જ એક કરોડથી વધુ રકમની વીજચોરી ઝડપી લીધી છે.
તારીખ 18 એપ્રિલથી રર એપ્રિલ દરમ્યાન પી.ળ.વી.સી.એલ. નિગમિત કચેરીના વિળલન્સ વિભાગની સુચના મુજબ વિજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર કોસ્ટલ પેટા વિભાગીય કચેરી, બગવદર પેટા વિભાગીય કચેરી, રાણાવાવ પેટા વિભાગીય કચેરી, રાણા કંડોરણા પેટા વિભાગીય કચેરી, કુતિયાણા પેટા વિભાગીય કચેરી, ચોરવાડ પેટા વિભાગીય કચેરી માંગરોળ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી, માધવપુર પેટા વિભાગીય કચેરી, કેશોદ શહેર પેટા વિભાગીય કચેરી, કેશોદ ગ્રામ્ય-1 પેટા વિભાગીય કચેરી, કેશોદ ગ્રામ્ય-ર પેટા વિભાગીય કચેરી તથા માળીયા પેટા વિભાગીય કચેરીઓ હેઠળ આવતા ફિડરોમાંના વધુ વીજ લોસ ધરાવતા ફિડરોના વિસ્તારોમાં વિજચેકિંગ કરવામાં આવ્યું હતું.
વહેલી સવારે એસ.આર.પી. તેમજ પોલીસ બંદોબસ્ત સાથે વિજ ચેકિગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે રહેણાંક હેતુ ના પ060 વિજ જોડાણો, વાણીજ્ય હેતુના ર79 વિજ જોડાણો અને ખેતીવાડીના 3પ6 વિજ જોડાણો ચેક કરવામાં આવેલ હતા.
જેમાં રહેણાંક હેતુના પપ4 વિજ જોડાણોમાં વાણીજ્ય હેતુના 34 વિજ જોડાણમાં અને ખેતીવાડીના 46 વિજ જોડાણોમાં ગેરરીતી સામે આવતા આ ગેરરીતી કરનાર તમામને કુલ રૂપીયા 1 કરોડ પાંચ લાખ 91 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.પ્રોહીબીશનના અનેક ગુન્હાઓ નોંધાયા હતા. ત્યારે આ શખ્સો વિરૂધ્ધ બગવદર પોલીસના સબ ઈન્સ્પેકટર ગોહિલ દ્વારા પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે મંજુર થતા આ શખ્સોને પાસા તળે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.