પીજીવીસીએલ તંત્રએ આરોપીને ફટકાર્યો રૂ.80 લાખનો દંડ
અબતક,,અશોક થાનકી, પોરબંદર
પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં બેફામપણે ખનિજચોરીઓ ધમધમે છે. ત્યારે સફાળે જાગેલા પી.વી.સી.એલ. તંત્રએ દરોડો પાડયો હતો અને ગેરકાયદેસર ખાણ પરનું વિજ કનેકશન ઝડપી પાડયું હતું, પરંતુ તેમાં પણ ભાંગરો વાટયો હોવાના આક્ષોપ થયા છે.
પોરબંદર જિલ્લાના મિયાણીથી માધવપુર વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી છે. અનેક સ્થળે ખનન થઈ રહ્યું છે, ત્યારે ખાણ ખનીજ તંત્ર્ બે હાથે લાખ્ખો રૂપીયાના હપ્તા લઈ આવી ખાણો ચલાવવાનો ખાણ માફિયાઓને અધિકાર આપતું હોવાનું ચર્ચાઈ રહ્રાું છે.
આ ગેરકાયદેસર ચાલતી ખાણો અંગે ગુજરાત ન્યૂઝ-પોરબંદરે ઝુંબેશ ઉપાડી છે અને વારંવાર અહેવાલો પ્રસારિત કયર્ા છે. અને તેના પરિણામે પોરબંદરનું જિલ્લા વહીવટીતંત્ર અને ખાણ ખનિજ વિભાગ કયારેક કયારેક માત્ર દેખાવ પૂરતી કામગીરી કરતું હોય તેમ દરોડાઓ પાડે છે અને દરોડાઓ પાડયા બાદ પણ ગેરકાયદેસર ખાણોમાં દંડની રકમ ઓછી કરવાના લાખ્ખો રૂપીયા ખાણ ખનિજ વિભાગ લેતું હોવાની પણ ચર્ચા છે. ખાસ કરીને મીયાણી, ભાવપરા, બળેજ, માધવપુર, રાતડી અને કુછડી સહિતના વિસ્તારોમાં આવી ખાણો ફરી ધમધમતી થઈ
ત્યારે બળેજ ગામે પણ ગેરકાયદેસર ખાણમાં ચાલતી વિજચોરીમાં ખાણ ખનિજ વિભાગને ઊંઘતું રાખી પીજીવીસીએલ તંત્ર્ા દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. બળેજ ગામે પીજીવીસીએલ તંત્ર્ાને વિજલોસ થતો હતો. અને ચોક્કસ બાતમી મળી હતી કે, બળેજ ગામે ગેરકાયદેસર ખાણ ધમધમે છે તેમજ 11 કેવી લાઈનમાં લંગરીયું નાખી વીજચોરી થાય છે, જેથી પીજીવીસીએલ તંત્ર્ની કુલ પાંચ ટીમે એસઆરપી જવાન અને પોલીસને સાથે રાખી રવિવારે સવારે દરોડો પાડ્યો હતો. જેમા એક ગેરકાયદેસર પથ્થરની ધમધમતી ખાણ મળી આવી હતી.
આ ખાણમાં ટ્રાન્સફોર્મરમાંથી 11 કેવી લાઇન માંથી ડાયરેકટ લંગરીયું નાખીને છ ચકરડી વડે ખાણ ચાલતી હતી. ત્યારે ગેરકાયદેસર ખાણમાંથી છ ચકરડી કબ્જે કરવામાં આવી હતી, પીળવીસીએલ તંત્ર્ાએ બાદમાં ખાણ ખાણીજની ટીમને બોલાવી હતી.
આ ગેરકાયદેસર ખાણ ચલાવનાર કેશુ નાગા પરમારને પીળવીસીએલ તંત્ર્ા દ્વારા 80 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ આ ઘટનાએ અહીં વળાંક લીધો છે. સમગ્ર મામલે કેશુ નાગા પરમાર નામના આ યુવાને જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા અને પી.જી.વી.સી.એલ.ના ડીવીઝન ચેરમેનને રજુઆત કરી જણાવ્યું છે કે ખરેખર આ ખાણ મસરી રાજા પરમાર નામના શખ્સની છે. તેણે ખાણ મંજુર કરવાનું બહાનું કાઢી કેશુ નાગા પાસેથી આધાર કાર્ડ મંગાવી અને આધારકાર્ડનો ગેરઉપયોગ કરી વિજચોરીમાં તેનું નામ લખાવી દીધું હતું.
ખરેખર આ ખાણ મસરી રાજા પરમારની છે અને તે ગેરકાયદેસર ટી.સી. ઉભું કરી પાવર ચોરી પણ કરે છે અને ગેરકાયદેસર ખનિજચોરી પણ કરે છે. બીળ વાત એ કે દરોડા સમયે કેશુ નાગા સ્થળ પર પણ ન હતો કે કોઈ દસ્તાવેજ પર તેમની સહી પણ લેવામાં આવી નથી, અને ડાયરેકટ જ પી.જી.વી.સી.એલ. તંત્રએ રૂ. 80 લાખનો દંડ ફટકારી દીધો છે.
ગોરખધંધા અંગે યોગ્ય તપાસ કરવા કલેકટરને રજૂઆત
કેશુ નાગાએ રજુઆતમાં વધુ એમ પણ જણાવ્યું છે કે મસરી રાજા પરમાર નામનો આ શખ્સ વગવાળો હોય, મોટી ઓળખાણવાળો અને પૈસાપાત્ર માણસ છે. જેના કારણે ચેકિંગ વખતે પી.જી.વી.સી.એલ. ના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી કેશુ નાગા નું નામ સંડોવી દીધું છે. આટલું જ નહીં, પરંતુ કેશુ નાગાએ નાકર્ો ટેસ્ટની તૈયારી પણ બતાવી છે. ત્યારે શું કેશુ નાગા ને ન્યાય મળશે ? હવે બીજો સવાલ એ છે કે ખાણ ખનિજ વિભાગ આ ગેરકાયદેસર ખાણમાં કેટલો દંડ ફટકારે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણોના આ ગોરખધંધામાં કેટલાક સરપંચોની પણ સંડોવણી છે. એટલું જ નહી, આવા વચેટીયા જેવા સરપંચો ગેરકાયદેસર ખાણીયાઓ અને ખાણ ખનિજ વિભાગ વચ્ચે બેઠકો કરાવી અને હપ્તાઓ પણ નક્કી કરાવી આપે છે. ત્યારે આ મામલે પ્રામાણિક અને નિષ્ઠાવાન જિલ્લા કલેકટર અશોક શમર્ા યોગ્ય તપાસ કરે અને કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ દરિયાકાંઠા વિસ્તારના લોકો કરી રહ્યાં છે.