ગેરકાયદેસ બાંધકામ કરતા હોવાનું કરી કાર અને 10 લાખ ન આપતા બિલ્ડરને આપી ધમકી: શખ્સ સામે નોંઘતો ગુનો
પોરબંદર પાલિકાના ટીપી કમિટીના ચેરમેન પાસે પ્રફુલ દત્તાણી નામના શખ્સે રૂ. 40 લાખની ખંડણી માંગવા અને ધમકી આપવા અંગેની ફરિયાદ નોંધાયા બાદ પત્રકાર પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ હતી બાદ વધુ 2 ફરિયાદ નોંધાઇ છે.
પોરબંદરમાં પાલિકાના ટીપી કમિટીના ચેરમેન કેશુભાઈ બોખીરીયા પાસેથી પ્રફુલ ભગવાનજી દત્તાણી નામના શખ્સે ટીપી કમિટી અંગેની ફરિયાદ અરજી ન કરવા સહિતના કારણોથી રૂ. 40 લાખની ખંડણી માંગી ધમકી આપી હતી. જે અંગે ફરિયાદ નોંધાવી હતી અને આ બનાવમાં કવરેજ કરવા ગયેલ પત્રકાર પર પણ પ્રફુલે હુમલો કરી પત્રકારોને ધમકી આપી હતી જે અંગે પત્રકારે ફરિયાદ નોંધાવી હતી. બાદ વધુ 2 ફરિયાદ નોંધાઈ છે જેમાં પોરબંદરના મેમણવાડમાં રહેતા યુસુફ મહમદભાઈ પૂંજાણી નામના બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જેમાં પ્રફુલ દત્તાણી નામનો શખ્સ બિલ્ડરની બંગડી બજારમાં આવેલ દામિની નામની દુકાનમાં આવી અને આ યુસુફભાઈ નામના બિલ્ડરની ગાયવાડી દેનાબેંક સામે બનતી બિલ્ડિંગ નું બાંધકામ ગેરકાયદેસર છે તેવું કહ્યું હતું અને પ્રફુલે કહેલ કે, હું તથા સલીમ યુસુફ સૂર્યા અને દિલીપ ભૂરા મોઢવાડીયા સાથે મળી બિલ્ડિંગના બાંધકામ વિરૂદ્ધ અરજી કરી બાંધકામ બંધ કરાવી દઈશું તેમ કહી આ બિલ્ડર પાસે બાંધકામ વિરૂદ્ધ અરજી ન કરવા માટે તથા બિલ્ડિંગનું બાંધકામ ચાલુ રાખવા માટે કાર તથા રૂ. 10 લાખની ગેરકાયદેસર રીતે માંગણી કરી હતી, પરંતુ બિલ્ડરે પ્રફુલને કાર તથા રૂપિયા આપવાની ના પાડતા, પ્રફુલે બિલ્ડરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બિલ્ડર યુસુફભાઈ પુંજાણીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.