કેશોદ તાલુકો આગામી લોકસભાની ચૂંટણીના પાટીદાર ઉમેદવારોના ત્રિપાખીયા જંગમાં કોને પસંદ કરશે?
પોરબંદર લોકસભાની બેઠકમા ઉમેદવારોની પસંદગીમાં અનેક વાદ વિવાદ અંદરો અંદર તાણખેચ વચ્ચે અને ટીકીટ મેળવવાની દૌડમા અનેક હોદ્દેદારોની નારાજગી સાથે ટીકીટ ફાળવણીની જાહેરાત થતાં ખાનગી રાહે બન્ને મુખ્ય પક્ષોમાં નારાજગી જોવા મળી રહી છે છતાં પાર્ટીના આદેશનું પાલન કરવા હોદ્દેદારો અને કાર્યકરો મન વગરનાં ચુંટણી પ્રચારમાં લાગી ગયા હોવાની લોક ચર્ચાઓ થઈ રહી છે પોરબંદર લોકસભાની બેઠકના ઉમેદવારોની વાત કરીએ તો આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પોરબંદર મત વિસ્તારમાં આવેલા કેશોદ તાલુકાની જનતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના ઉમેદવારોથી અપરીચિત છે ત્યારે આવી સ્થિતિમાં આ વિસ્તારમાં અનામત આંદોલન દરમિયાન જાણિતા થયેલા કેશોદની અનેક વખત મુલાકાતે આવેલ
પોરબંદર લોકસભાની ચૂંટણીના અપક્ષ ઉમેદવાર તરીકે જાહેર થયેલા રેશ્મા પટેલથી કેશોદવાસીઓ પરિચયમાં છે ત્યારે આ લોકસભાની બેઠક પર હાલમાં ત્રીપાંખીયા જંગ ખેલાશે તેવુ ચિત્ર સ્પષ્ટ દેખાઈ આવે છે તો બીજી તરફ ખેડુત અને આમ જનતાના પ્રશ્નો બાબતે ભાજપના ચુંટાયેલા સાંસદ પોતાના જ મતદરોથી દુર રહયાછે ગત ચૂંટણી પહેલાં કે ચુંટણી બાદ મતદારો સામે નથી આવ્યા કે નથી તેમનાં કોઈ પ્રતિનિધિ મતદારોની મુલાકાતે આવ્યા જે બાબતે
પૂર્વ સાંસદના કામગીરીથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આવી સ્થિતિમાં ભાજપે તદ્દન નવા ઉમેદવાર તરીકે ગોંડલના રમેશ ભાઈ ધડુકની પસંદગી કરી છે રમેશભાઈ રાજકીય ક્ષેત્રે લોકોમાં જાણિતા નથી તેવી પણ લોકોમાં થતી ચર્ચાથી જાણવા મળ્યું છે ત્યારે ભાજપ કે કોંગ્રેસ બંને વચ્ચે ઉમેદવાર વાત કરવા જઈએ તો કોંગ્રેસે પોરબંદરની બેઠક પર ભાજપના વિઠૃલ રાદડિયાના હરીફ એવા લલિત વસોયા પર પસંદગી ઉતારી છે ત્યારે આ વખતે પોરબંદર જિલ્લાની સાંસદની ચૂંટણીનો જંગ જોરદાર જામશે અને તેનુ પરિણામ શુ આવશે તેની તો સમય આવ્યે જ ચાચી ખબર પડશે?