પોરબંદર-છાંયા પાલિકા દ્વારા આ વષ્ર્ો જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્રાું છે. જે અંગે ગ્રાઉન્ડ સહિતની દરખાસ્ત વહીવટી તંત્રને મોકલવામાં આવી હતી. જે મંજુર થતા પાલિકાનું તંત્ર લોકમેળાની તૈયારીમાં લાગી ગયું છે.
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર થતો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રના મહત્વના મેળાઓ પૈકીનો એક મેળો ગણાય છે. છેલ્લા બે વષ્ર્ાથી લોકમેળાનું આયોજન થતું ન હતું. પરંતુ આ વષ્ર્ો કોરોનાનો કહેર ઓછો હોવાથી પાલિકા તંત્રએ પ્રમુખ સરજુભાઈ કારીયાની આગેવાની હેઠળ મેળા ગ્રાઉન્ડની મંજુરી માટે જિલ્લા કલેકટરને એક દરખાસ્ત મોકલી હતી. ત્યારે જિલ્લા કલેકટર અશોક શમર્ાએ મેળા ગ્રાઉન્ડની 11 દિવસની મંજુરી આપી છે. જેને લઈને જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવશે. હાલ તો આ મેળો માત્ર પાંચ દિવસ માટે કરવાનું આયોજન છે, પરંતુ લોકલાગણી અને વાતાવરણને આધીન મેળાના દિવસો વધે તેવી શકયતાઓ પણ સેવાઈ રહી છે.