પોરબંદરના વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર યુવાનને વધુ એક એવોર્ડ આપવામાં આવ્યો છે. સૌથી વધુ વખત મહાત્મા ગાંધીળનું સ્ટેચ્યુ બનેલ પોરબંદરના આ યુવાનને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાંધી મંડેલા ઇન્ટરનેશનલ એવોર્ડ એનાયત થયો છે.
પોરબંદરમાં રહેતા જયેશભાઇ હિગળાળયા નામનો યુવાન કુલ 134 વખત ગાંધીળ બનવાનો વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. આ યુવાને અનેક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.
જેમાં સૌથી વધુ વખત ગાંધીળનું ગોલ્ડન સ્ટેચ્યુ બની સૌથી વધુ કલાકો સુધી ગાંધી બનીને ઉભા રહેવા તેમજ ચાની ભૂકી માંથી ગાંધીળનું ચિત્રા, રાઈના દાણા માંથી ગાંધીળનું ચિત્રા, ગાંધીળના ફોટો આલ્બમ અને ગાંધીળની ફોટા ગેલેરી સહિત આ યુવાનને સૌથી વધુ ભારતમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે ત્યારે આ પોરબંદરના યુવાનને ગાંધી નિવરણ દિવસ નિમિતે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાંધી મંડેલા ઇન્ટરનેશનલ એવોર્ડ આપી નવાજવામાં આવ્યા છે.
આ એવોર્ડ સહિત પોરબંદરના જયેશ હિગળાળયાએ કુલ ર40 વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મેળવ્યા છે અને પોરબંદર જિલ્લા સહિત ગુજરાતનું નામ રોશન કયુઁ છે.
ત્યારે આ સિદ્ઘ બદલ આ યુવાનને સહુ કોઈ અભિનંદન પાઠવી રહ્રાા છે.