પોરબંદર ચોપાટી ખાતે આયોજિત ચકડોળ વગરના નીરસ જન્માષ્ટમીના લોકમેળા ને ધંધાર્થીઓના લાભાર્થે એક દિવસ લંબાવવામાં આવ્યો છે. આજે જીલ્લા કલેકટરે લોકમેળો એક દિવસ લંબાયો હોવાની જાહેરાત કરી હતી. જો કે લોકમેળામાં આર્થીક હિત ધરાવતા કેટલાક સુધરાઈ સભ્યોએ તો ગઈ કાલે જ લોકમેળો લંબાવ્યો હોવાનું જાહેર કરી દેતા અનેક ચર્ચાઓ જાગી છે.
પોરબંદર ચોપાટી ખાતે આયોજિત જન્માષ્ટમીના લોકમેળામાં આ વખતે એક પણ ચકડોળને મંજૂરી ન અપાતા લોકમેળામાં નીરસ વાતાવરણ જોવા મળે છે.અને સોશ્યલ મીડિયામાં પણ લોકો આ લોકમેળાને ગુજરી બજાર અને ગરીબ કલ્યાણ મેળા જેવા નામો આપી અને મજાક ઉડાવવામાં આવી રહી છે.
તેમજ સમગ્ર લોકમેળામાં લોકોની ખુબ પાંખી હાજરી જોવા મળે છે ત્યારે ચાર દિવસીય લોકમેળાનો આજે તા ૨૬ ના રોજ આખરી દિવસ હતો પરંતુ કેટલાક ધંધાર્થીઓએ ગઈ કાલે લોકમેળો લંબાવવાની માંગ કરી હતી પરંતુ જીલ્લા કલેકટર બહાર હોવાથી આ અંગે કોઈ નિર્ણય લેવાયો ન હતો આજે જીલ્લા કલેકટર આવી જતા તેમણે આ લોકમેળાને એક દિવસ લંબાવવાની મંજૂરી આપી હતી.