પોરબંદર ઉદ્યોગનગર પોલીસ મથકમાં થોડા દિવસ પહેલા થયેલી હત્યાની ઘટનામાં બેદરકારી દાખવનાર મહિલા ફોજદાર સહિત પાચ પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરતાં પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યો છે. ચોરીના આક્ષેપ સાથે લત્તાવસીઓએ બેરહેમીથી માર મારી યુવકને પોલીસ હવાલે કર્યા બાદ ઘવાયેલા યુવાનને સમયસર સારવાર ન કરાવી બેદરકારી દાખવી હોવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ચોરીના આક્ષેપ સાથે લત્તાવાસીઓએ બેરહેમીથી માર મારી યુવકને પોલીસ હવાલે
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતા શ્યામ કિશોરભાઈ બથીયા નામના યુવાનને ચોરીની શંકાએ બોખીરા તુંબડામાં રહેતો એભલ મેરામણ કડછા, લાખા ભીમા ભોગેસરા, રાજુ સવદાસ બોખીરીયા સહિતના શખ્સોએ આ યુવાનને ઉઠાવી, અપહરણ કરી, વાછરાડાડાના મંદિર આગળ આવેલ ઝેરોક્ષની દુકાનમાં લઈ જઈ, આ મંદિરની દાનપેટીની ચોરી કરેલાની કબૂલાત કરાવવા માટે આ શખ્સોએ યુવાનને લાકડી તથા પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારી ઉદ્યોગનગર પોલીસ મથકે લઇ ગયા હતા.
કર્યા બાદ ઘવાયેલા યુવાનને સમયસર સારવાર ન કરાવી બેદરકારી દાખવી’તી
જ્યાં ફરજ પર હાજર ફોજદાર સહિતના સ્ટાફે ઘાયલ યુવાનને સારવારમાં ખસેડવાના બદલે પોલીસ મથકે જ બેસાડી રાખતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસ મથકમાં જ યુવાને દમ તોડતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. જેના જવાબમાં જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ કે.એન.અઘેરા, પીએસઓ બાલુ ગોઢાણીયા , કોન્સ્ટેબલ પોપટભાઈ ,રવિ રાઠોડ,ચેતન મોઢવાડીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેદરકારીના દાખવતા અને ઉદ્યોગનગર પોલીસ વિસ્તારમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા 650 પેટી દારૂ ઝડપી પાડતા જિલ્લા પોલીસ વડાએ આકરા પગલાં લીધા હતા.