પોરબંદરના મિયાંણી ગામે રહેતા એક યુવાન પર ગામના સરપંચ સહિતના શખ્સોએ રજુઆત બાબતના મનદુ:ખને લઈને હુમલો કર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરના મિયાણી ગામે રહેતો સંજય હરળભાઈ જમોડ નામનો યુવાન તેમના ગામમાં સમાજ વાડી પાસે દીવાલ પર બેઠો હતો.
ત્યારે ત્યાં મિયાણી ગામના સરપંચ જેઠા ગીગા ઓડેદરા અને શાંતિલાલ સહિત ચાર શખ્સો આવી અને આ યુવાન પર ચોરીનો આરોપ નાખ્યો હતો તેમજ આરોપીઓ વિરુદ્ઘ ભરત ડાડુ માણેક સાથે આવેદનપત્ર્ા આપવા ગયો હોવાના આક્ષોપ કરી આ યુવાન પર મિયાણી ગામના સરપંચ જેઠા ગીગા ઓડેદરા, રાજુ ગીગા ઓડેદરા, પોપટ ગીગા ઓડેદરા, આવડા વિરમ, કેતન જેઠા, લીલા વિરમ, વિજય લીલા, રવિ ભીમા અને જયેશ આવડા સહિત 10 થી 1પ જેટલા શખ્સોએ આ યુવાન પર લોખંડનો પાઇપ, લાકડી વડે હુમલો કર્યો હતો. આથી ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.