બિલાડીના ટોપની ફૂટી નિકળેલા
બે બિલ્ડર પાસે રૂા.25 લાખની માંગણી અને જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મુકી‘તી
પોરબંદરમાં સોશિયલ મીડિયા દ્વારા બ્લેકમેલિંગ કરી બની બેઠેલો એક પત્રકાર ખંડણી માંગવાના અને ધમકી આપવાના કેસમાં છેલ્લા ઘણાં સમયથી નાસતો-ફરતો હતો. ત્યારે પેરોલ ફલર્ો સ્કવોડ દ્વારા આ શખ્સને પંજાબના અંબાલા શહેરમાંથી ઝડપી લઈ એક દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યો હતો અને રીમાન્ડ પૂર્ણ થતા આ શખ્સને જેલહવાલે કરી દેવામાં આવ્યો છે.
પોરબંદરમાં મીડીયાના નામે તોડબાજ કરવામાં જેનું નામ ચર્ચામાં અવ્વલ રહ્રાું છે તેવા પ્રફુલ ભગવાનજી દતાણી નામના શખ્સે એક બિલ્ડર પાસેથી ગેરકાયદેસર બાંધકામને લઈને રૂપીયા 1પ લાખની ખંડણી માંગી હતી. જે બાબતે બિલ્ડર અને વેપારી એવા સચીન પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અંગે જાણ થતા પ્રફુલ દતાણી નામનો આ શખ્સ પલાયન થઈ ગયો હતો. ત્યારે આ શખ્સ પંજાબ રાજ્યના અંબાલા શહેરમાં હોવાની બાતમી પેરોલ ફલર્ો સ્કવોડનેે મળી હતી. ત્યારે પેરોલ ફલર્ો સ્કવોડે પંજાબ ખાતે પહોંચી જઈ અંબાલા શહેરમાંથી છુપાયેલા પ્રફુલ દતાણીને ઝડપી લીધો હતો. ત્યારબાદ આ શખ્સને પોરબંદર ખાતે લાવી કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો.
જ્યાં પોલીસ દ્વારા તેમના રીમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજુર ર્ક્યા હતા. બિલ્ડરોને ખંડણી માટે ધમકી આપી હોવાનું તેમજ ખોટા ન્યૂઝ વાઈરલ કર્યા હોવાની કબુલાત કરી હતી. પોરબંદરના બિલ્ડર યુસુફ પુંજાણીએ પણ પ્રફુલ સામે રૂપીયા 10 લાખ અને કારની માંગણી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ કોર્ટમાં રજુ કરવામાં આવશે, ત્યારબાદ વધુ એક ગુન્હામાં પણ તેને કોર્ટમાં રજુ કરવામાં આવશે. જેમાં ખારવાસમાજના વાણોટ પવનભાઈ શિયાળે પણ કીર્તીમંદિર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોરબંદર ન્યૂઝ નામની પોસ્ટ મૂકી જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ ફેલાવી હતી. આમ હજુ બે વખત પ્રફુલ દતાણીને કોર્ટમાં રજુ કરવામાં આવશે.