લંડન સ્થીત દંપત્તીના મનદુ:ખના કારણે કુટુંબી સગા વચ્ચે અથડામણ: હવામાં આઠ રાઉન્ડ ગોળીબારથી નાસભાગ
પોરબંદરના બગવદર નજીક આવેલા ભેટકડી ગામે કુટુંબીક મનદુ:ખના કારણે એક શખ્સે આઠ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઇ છે. ફાયરિંગની ઘટનાની પોલીસને થતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્તળે દોડી ગયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બગવદર તાલુકાના ભેટકડી ગામે રહેતા સામતભાઇ નાથાભાઇ ઓડેદરા નામના 53 વર્ષના મેર પ્રૌઢે તેના કુટુંબી ભેટકડી ગામના ભરતજી પરબતજી ઉેર્ફે બાબુજી ઓડેદરા નામના શખ્સે બંદુકમાંથી આઠ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.સામત ઓડેદરાના કુટુંબી ભત્રીજી અને ભરતજી ઓડેદરાના કુટુંબી યુવકના લગ્ન થયા હતા બંને લંડન સ્થીત થયા હતા. ત્યાં બંને વચ્ચે મનદુ:ખ થતા કોર્ટમાં છુટાછેડા અંગેનો કેસ દાખલ કર્યો હોવાથી સામત ઓડેદરા અને ભરતજી ઓડેદરા વચ્ચે મનદુ:ખ ચાલતું હોવાથી ભરતજી ઓડેદરાએ ૂબંદુકમાંથી આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.