પોરબંદરની સીવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસથી સંક્રમિત ૨૧ વર્ષિય યુવાનને દસ દિવસની સધન સારવાર બાદ કોરોના પોઝીટીવ મૂક્ત બનતા હોસ્પિટલથી આજે ડિસ્ચાર્જ કરવામા આવ્યો હતો. ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં અત્યાર સુધી કોરોના મહામારીનાં ૧૧ કેસ નોંધાયા હતા. જેમાં ૧૦ કેસ સંપૂર્ણ સ્વસ્થ થયા છે જ્યારે ૧ દર્દીનું મૃત્યુ નિપજ્યુ હતું. હાલ પોરબંદર જિલ્લો કોરોના પોઝીટીવ કેસ મૂક્ત જિલ્લો બન્યો છે.
ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં આવતા કોરોના પોઝીટીવના તમામ દર્દીઓ સાજા થઇને હોસ્પિટલથી મીઠા સ્મરણો લઇ જાય છે. હોસ્પિટલમાં સફાઇ કર્મચારીઓ, નર્સિંગ સ્ટાફ, ડોકટર્સ બધા સારવાર આપવાની સાથે હુફ આપે છે, જે ખાસ જરૂરી હોય છે. સરકારની ગાઇડ લાઇન પ્રમાણે દર્દીઓની સેવામા ૨૪ કલાક કાર્યરત હોસ્પિટલ સ્ટાફ પોઝીટીવ વિચારો તથા આધુનિક સારવાર થકી કોરોના પોઝોટીવ દર્દીઓને સારવાર આપીને રીપોર્ટ નેગેટીવ લાવવા કમર કશે છે.
કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ છેલ્લા ૧૦ દિવસથી સારવાર મેળવી રહેલા કાટેલા ગામનો ૨૧ વર્ષિય યુવાન સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા આજ તા.૧૭ જુનના રોજ તેમને હોસ્પિટલથી તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. આ પ્રસંગે તેમણે હોસ્પિટલ સ્ટાફ તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.