ઓછા કર્મચારીઓને કામ પર મોકલી રૂ. 8.46 લાખની સરકાર સાથે છેતરપિંડી કરી: ઇ.એસ.આઇ.ની રકમ કર્મચારીના ખાતામાં જમા ન કરાવી

પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા કોર્ટમાં સફાઇ કામનો કોન્ટ્રાકટ પોરબંદરના શિવમ એન્ટરપ્રાઇઝને મળ્યો હતો. તેને સફાઇ કામદાર ઓછા મોકલી સરકાર સાથે રૂ. 8.46 લાખની છેતરપીંડી કર્યાની પોલીસમાંથી ફરીયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ અમદાવાદના ઇશનપુરના વતની અને પોરબંદર ડીસ્ટ્રીકટ કોર્ટમાં ફરજ બજાવતા રસિચતભાઇ દુષ્યંતભાઇ દેસાઇએ પોરબંદરના હાથી ટાંકી રોડ પર રહેલા શિવમ એન્ટરપ્રાઇઝના પ્રો. આનંદ આર. પંડયા સામે રૂ. 8.46 લાખની છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

શિવમ એન્ટરપ્રાઇઝના પ્રો. આનંદ પંડયાએ પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા કોર્ટમાં સફાઇ કામદાર પુરા પાડવાનો કોન્ટ્રાકટ ધરાવે છે. તેઓએ કોર્ટમાં સફાઇ માટે ઓછા કામદાર મોકલ્યા હોવા છતાં વધુ કર્મચારીની હાજરીનું બીલ બજાવી સરકાર સાથે છેતરપીંડી કર્યાનું તેમજ સરકાર દ્વારા કામદારોને ચુકવાતી ઇ.એસ.આઇ. ની રકમ પણ જમા ન કરાવી ગેરરીતી આચર્યાનું ફરીયાદમાં જણાવ્યું છે.

કલલાબાગ પોલીસ મથકના પી.આઇ. એ.બી. સીસોદીયાએ શિવમ એન્ટરપ્રાઇઝના આનંદ પંડયા સામે છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.