ગુજરાતની સમુદ્ર સીમામાં મોટા જથ્થામાં નશીલા પદાર્થો આવી રહ્યો હોવાની બાતમી કોસ્ટગાર્ડને મળતા ૩ દિવસ પહેલા જ સર્ચ ઓપરેશન પોરબંદરથી ૨૧૦ નોટીકલ માઈલ દરિયામાં શરૂ કરાયું હતું.કોસ્ટગાર્ડના ડોનીયર અને હેલીકોપ્ટર દ્વારા જહાજ ઉપર ચાંપતી નજર રાખવામાં આવતી હતી.ફાઇબર બોટમાં ૬ જેટલા કોસ્ટગાર્ડજવાનો હથિયાર સાથે તોફાની સમુદ્ર જહાજ સુધી પહોચ્યા હતા.અને હેલીકોપ્ટરની મદદથી આકાશ પરથી તસ્વીરો લેવાઈ છે.પછી આ જહાજને ઘેરી લેવામાં આવ્યું.આ રીતે આખું દિલધડક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
500-500 કિલોના બે ભાગ પાણીની બે ટાંકીઓમાં રાખ્યા હતા.પોરબંદરથી ૨૧૦ નોટીકલ માઈલ સમુદ્રમાંથી હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.સમુદ્રની સફર દરમિયાન કોઈની નજર નો જાય તે માટે આ શખ્સોએ જથ્થો પાણીની ટાંકીમાં સંતાડ્યો હતો.સતત ત્રણ દિવસ સુધી જહાજ રડારમાં રહ્યું.હેલીકોપ્ટર તથા શીપની મદદથી દરેક મુમેન્ટ પર ધ્યાન રાખવામાં આવ્યું હતું.