એમ.ડી. ફીઝીશ્યન 15 દિવસની રજા પર જતા દર્દીઓ રઝળી પડયા
પોરબંદરની સરકારી ભાવિસહળ હોસ્પિટલમાં એમ.ડી. ફિઝિશ્યન તબીબ કેન્સરની ટ્રેનિગ લેવા જતા રહ્રાા છે, જેના કારણે આ હોસ્પિટલમાં ઇમરજન્સી સહિતના દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેથી અહી એમ.ડી. ફિઝિશ્યનને તાકીદે મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાના એક અઠવાડીયા બાદ પણ હજુ સુધી એમ.ડી. ડોકટર મુકાયા નથી.
પોરબંદરની સરકારી ભાવિસહળ હોસ્પિટલમાં એમ.ડી. ફિઝિશ્યન તરીકે ફરજ બજાવતા ડોકટર ચંદ્રજીત સોલંકી 1પ દિવસ માટે કેન્સરની ટ્રેનિગમાં ગયા છે. જેને કારણે આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા ડાયાબિટીસના દદર્ીઓ, હ્રદયની બીમારી ધરાવતા દદર્ીઓ, ઇમરજન્સી કેસના દદર્ીઓ અને ઝેરી દવા પીધેલ દદર્ીઓ સહિતના અન્ય મહત્વના રોગના દદર્ીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એમ.ડી. ફિઝિશ્યન વિના આવા દદર્ીઓની સારવાર એમ.બી.બી.એસ. ડોકટર ન કરી શકે, કારણ કે કેટલાક કેસમાં એમ.બી.બી.એસ. ડોકટર દવા ઇન્જેક્શન અંગેનો નિર્ણય લઈ શકે નહિ. મહત્વની વાત એ છે કે મેડિકલ કોલેજમાં એમ.ડી. સહિતના નિષ્ણાંત તબીબ છે અને તેમને પગાર પણ આપવામાં આવે છે, ત્યારે આ સિવિલ હોસ્પિટલ ખાતે તાકીદે સિવિલ સર્જન અને મેડિકલ કોલેજના ડીન દ્વારા સંકલન કરીને એમ.ડી. તબીબની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ 1ર ડિસ.ના રોજ સામાળક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાએ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદરની સરકારી હોસ્પિટલમાંથી અનેક વખત ડોકટરોને ડેપ્યુટેશન પર જામનગર અને દ્વારકા જેવા શહેરોમાં મૂકવામાં આવે છે. ત્યારે પોરબંદરની સરકારી હોસ્પિટલ એમ.ડી. તબીબ વિહોણી બની છે, તો ત્યાં પણ ડેપ્યુટેશન પર એમ.ડી. ડોકટર મૂકવા જોઈએ અથવા તો મેડીકલ કોલેજમાં બેઠા પગાર લેનારા ડોકટરોમાંથી પણ કોઈને જરૂરીયાતમંદ દદર્ીઓની સેવા માટે ભાવસિંહળ હોસ્પિટલમાં મૂકવા જોઈએ તેવી પ્રબળ માંગ કરવામાં આવી હોવાના સાત દિવસ બાદ પણ હજુ સુધી સિવિલ હોસ્પિટલને એમ.ડી. ડોકટરની સેવા મળી નથી.પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં એમ.ડી. ડોકટરના અભાવે દદર્ીઓને પડતી મુશ્કેલી અંગેનો અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અહીંના જાગૃત આર.એમ.ડી. ડોકટર નિલેશ મકવાણાએ બીજા જ દિવસે સિવિલ સર્જનને પત્ર લખી એમ.ડી. ડોકટરની વ્યવસ્થા કરવા રજુઆત કરી હતી.