પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં પાન-માવાનો પ્રતિબંધ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્રાું છે. નસર્ગિં સ્કૂલ ખાતે સ્થળાંતર થયેલ સરકારી હોસ્પિટલના લગભગ દરેક ખૂણા પર પાન-માવાની પીચકારીઓ ગંદકી પ્રદશર્તિ કરી રહી છે.
પોરબંદર જિલ્લાની મુખ્ય સરકારી ભાવસિંહળ હોસ્પિટલનું કોરોનાકાળમાં નવનિમર્ીત નસર્ગિં સ્કૂલના બિલ્ડીંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગ નવું નક્કોર હોવાથી સંપૂર્ણ સારી હાલતમાં હતું. પરંતુ અહીં સરકારી હોસ્પિટલનું સ્થળાંતર થયા બાદ અહીં આવતા દદર્ીના સગા વ્હાલાઓ અને સ્ટાફના કેટલાક લોકો દ્વારા ગમે ત્યાં પાન-માવાની પીચકારીઓ મારી દેવામાં આવી છે. જેના કારણે આ નવા બિલ્ડીંગની દિવાલો પણ પાન-માવાના રંગે રંગાણી છે. ખૂબીની વાત એ છે કે અહીં સિવિલ હોસ્પિટલના સતાવાળાઓએ પાન-માવા પર પ્રતિબંધ મૂકી જાહેરમાં થૂંકનારને રૂપીયા પાંચસોનો દંડ હોવાનું બોર્ડ પણ લગાવ્યુું છે. જો કે આ વાત માત્ર કાગળ પર હોય તેમ લગભગ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી પાન-માવાની પીચકારીઓ પરના પ્રતિબંધના નિયમોનો અહીં ખૂલ્લેઆમ ભંગ થઈ રહ્રાો છે. હોસ્પિટલના સંકુલમાં પાન-માવાની પીચકારીઓને કારણે જ્યાં-ત્યાં ગંદકી નજરે ચડી રહી છે. પાન-માવા પર અને તેની પીચકારી પર પ્રતિબંધ લગાવાયેલા બોર્ડની આસપાસ જ પાન-માવાની થૂંકેલી ગંદકી જોવા મળી રહી છે. ત્યારે શહેરના શ્રેષ્ઠીઓ દ્વારા હોસ્પિટલની યોગ્ય સાફસફાઈ કરાવી પાન-માવાના પ્રતિબંધના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માંગ ઉઠી છે.