ગેરકાયદે દબાણો દૂર કરતી વેળાએ
પોરબંદરમાં દરગાહ ડીમોલીશન બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ સાથે ઘષ્ર્ાણ થતા પોલીસે ટીયર ગેસ અને લાઠી ચાર્જ કયર્ો હતો. જેમાં પથ્થરમારો કરનાર લોકો વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જેમાં અગાઉ પોલીસે ર7 ને ઝડપી લઇ જામીન નામંજૂર થતા જેલહવાલે કયર્ા હતા ત્યાર બાદ પોલીસે વધુ બાવીસ જેટલા શખ્સોને ઝડપી લઇ કોર્ટમાં રજુ કરતા કોટર્ે તેના પણ જામીન નામંજૂર કરતા તેને પણ જેલહવાલે કયર્ા છે.
પોરબંદરની ઓરીએન્ટ ફેકટરી પાછળ તંત્ર અને પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે લઘુમતી સમાજમાં રોષ ફેલાયો હતો અને ડીમોલીશનવાળી જગ્યાએ ચાદર ચડાવવા માટે હજારોની સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને પગપાળા ચાલીને જતા હતા. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ટોળા વિખેરવા પ્રયાસ કયર્ો હતો. પરંતુ કેટલાક અસામાળક તત્વોએ પથ્થરમારો અને માર્બલના ટુકડાઓ પોલીસ પર ફેંકતા પાંચ જેટલા પોલીસકમર્ીઓ ઘાયલ થયા હતા. પોલીસે ત્રણ રાઉન્ડ ટીયરગેસના છોડ્યા હતા અને હળવો લાઠી ચાર્જ કયર્ો હતો.
બાદ પોલીસે 1રપ જેટલા શખ્સો સામે નામજોગ ફરિયાદ અને 1000 લોકોના ટોળા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ નામ જોગ 1રપ લોકોમાંથી ર7 લોકોની પોલીસે અટકાયત કરી હતી અને આ શખ્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા હાલ કોમ્બીગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા સી.સી. ટીવી કેમેરા અને વિડીયોગ્રાફી ચેક કરી આરોપીઓને ઝડપી લેવાની કામગીરી પણ હાથ ધરી વધુ 1પ જેટલા શખ્સની ધરપકડ કરી હતી અને તેને પણ જેલહવાલે કયર્ા બાદ આજે વધુ 7 શખ્સો ને ઝડપી લીધા છે
અને કોર્ટ માં રજુ કરતા કોટર્ે તેના પણ જામીન નામંજૂર કરતા તેને પણ જેલહવાલે કરાયા છે આમ અત્યાર સુધીમાં કુલ 49 ની ધરપકડ બાદ તમામ ને જેલહવાલે કયર્ા છે જયારે બાકીના ની શોધખોળ ચાલુ છે.