પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં આજે સવારે ભારતીય વાયુસેનાનું પેટ્રોલિંગ કરતું ઓટો રીમોટ ડ્રોન વિમાન (UAV) ક્રેશ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડ્રોન એરપોર્ટથી ટેક ઓફ કરતી વખતે ક્રેશ થયું હતું. આથી આજુબાજુના વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને વાયુસેનાના અધિકારીઓ દોડી આવ્યા હતા. ક્રેશ થતા જ ડ્રોનમાં ભીષણ આગ લાગી હતી અને આગમાં જ ભડભડ સળગીને ખાક થઇ ગયું હતું.

WhatsApp Image 2018 03 22 at 11.53.07 AMએરપોર્ટથી ટેક ઓફ કર્યા બાદ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી ફેક્ટરીના મેદાનમાં ક્રેશ થઇ ખાબક્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચાલાવી આગને બૂઝાવી હતી પરંતુ ત્યાં સુધીમાં ડ્રોન આગમાં બળીને ખાક થઇ ગયું હતું. ડ્રોન વિમાનમાં યાંત્રીક ખામી સર્જાતા ક્રેશ થયાનું જાણવા મળે છે.

WhatsApp Image 2018 03 22 at 11.53.41 AM
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.