જીલ્લા પોલીસવડા અને ગૃહમંત્રી સુધી રજુઆત
પોરબંદરના ધરમપુર ગામે એક સગીરા સાથે દુષ્કર્મ થયું હોવા છતાં પોલીસ દુષ્કર્મ અંગેની ફરિયાદ ન લેતી હોવાના આક્ષોપ થયા છે. આ મામલે જિલ્લા પોલીસવડા સહિત રાજ્યના ગૃહમંત્રી સુધી રજુઆતો કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં પોલીસ લોકોને ન્યાય અપાવવામાં ઉદાસીનતા દાખવતી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. આ વાત છે એક સગીરાની. આ સગીરા સાથે તેની નળકના જ સગા થતા હોય તેવા એક હવસખોર શખ્સે દુષ્કર્મ આચર્યું છે. તેમ છતાં પોલીસ માત્ર શારીરિક અડપલાની ફરિયાદ લઈ સંતોષ માની લ્યે છે, ત્યારે સગીરાના માતાને ગૃહમંત્રી સુધી રજુઆત કરવાની ફરજ પડી છે. આ ઘટના છે પોરબંદર નળકના ધરમપુર ગામની. આ ગામમાં રહેતી એક 1પ વષ્ર્ાની સગીરા પર એક પુત્રીના પિતા એવા દિનેશ હરીશ મારૂ નામના શખ્સે તેના ઘરે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષોપ સગીરાની માતા દ્વારા કરવામાં આવ્યા છે.
સગીરાના માતાના જણાવ્યા મુજબ વાત માત્ર દુષ્કર્મથી જ અટકતી નથી. પરંતુ આ શખ્સે દુષ્કર્મનો વિડીયો પણ ઉતાયર્ો હતો અને તે વિડીયો વાયરલ પણ કયર્ો હતો, તે વિડીયો પણ સગીરાની માતા પાસે ઉપલબ્ધ છે. તેમ છતાં ઉદ્યોગનગર પોલીસે આ સમગ્ર મામલે માત્ર શારીરિક અડપલાની જ ફરિયાદ આરોપી સામે નોંધી અને સંતોષ માની લીધો છે. સગીરાના પરિવારે અનેક વખત પોલીસને રજુઆત અને મેડીકલ ચેકઅપની માંગણી કરવા છતાં પોલીસ ટસની મસ થતી નથી. ત્યારે અંતે સગીરાની માતાએ તેમના વકીલ ભરતભાઈ લાખાણી મારફતે જિલ્લા પોલીસવડા, ડી.આઈ.ળ. અને ગૃહમંત્રી સુધી રજુઆતો કરી ન્યાયની દાદ માંગી છે.
ધરમપુર ગામે સગીરા પર દુષ્કર્મ આચરાયું છે તેની સાબિતી પૂરતો વિડીયો પણ સગીરાના પરિવાર પાસે છે. તેમ છતાં પોલીસ બેદરકારી દાખવી આ કેસને રફેદફે કરી નાખવા માંગતી હોય તેમ માત્ર અડપલાની ફરિયાદ જ લઈ કાર્યવાહી કરી રહી છે, ત્યારે શહેરમાં રોષ જોવા મળી રહ્રાો છે…