આત્મહત્યા કરતા હોવાનો વીડિયો વાયરલ કર્યો: ત્રણેયને રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરવાની ફરજ પાડી મૌલવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી તી

પોરબંદરના મેમણવાડા વિસ્તારના ત્રણ યુવકોએ ઝેરી દવા પી આત્હત્યા કરતા હોવાનો વીડિયો વાયરલ કરી ઝેર ગટગટાવી લેતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પોલીસ દ્વારા કરાયેલી ત્રણેયની પૂછપરછ દરમિયાન નગીના મસ્જીદના મૌલવી રાષ્ટ્ર ધ્વજનું અપમાન ફરજ પાડતા હોવાનું અને જુદા જુદા સમુહ વચ્ચે  દુશ્મનાવટ થાય તેવી ઉશ્કેરણી કર્યાની આક્ષેપ કરતા પોલીસે મૌલવી સામે ગુનો નોંધતા સનસનાટી મચી ગઇ છે.

ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરનાર ત્રણ યુવક પૈકી અજીમ યુનુસ કાદરીની ફરિયાદ પરથી નગીના મસ્જીદના મૌલવી વાસીફ રાજ સામે કિર્તી મંદિર પોલીસે વોટસએપ ગૃપ  બહાર એ શરીયત નામનુ ગુપમાં પૂછેલા પ્રશ્ર્નોના જવાબ આપી જુદા જુદા સમહુમાં ઉશ્કેરાય પેદા કરવા અને દુશ્મનાવટ ઉભુ કરવા તેમજ દ્રેશની લાગણી ઉભી થાય અને રાષ્ટ્રીય ધ્વજ તથા રાષ્ટ્ર ગીતના અપમાન થયા અંગેનો ગુનો નોંધાયો છે.

આ પગેલાં મેમણવાડા વિસ્તારમાં નગીના મસ્જીદની બાજુમાં રહેતા યુસુફ મહંમદ પુજાણીએ પોરબંદરના જ આબીદ અનવર કાદરી, ઇકબાલ અનવર કાદરી ઉર્ફે ઇકુબાપુ, સમીર યુસુન કાદરી, સકીલ યુનુસ કાદરી, ઇમ્તીયાઝ હારુન સિપાઇ અને યુનુસ કાદરી તેમજ અજાણ્યા શખ્સો સામે નગીના મસ્જીદના મોલાના હાફિઝ વાસીફરઝા સાહેબે મસ્જીદમાં આવેલા ધાર્મિક પ્રવચનનો વિરોધ કરી તમામ શખ્સોએ હાફિસ સાહેબ તેમજ તેમના અનુઆયીઓને ગાળો દઇ સાજીદ અમીન ગીગાણીને માર મારી ધમકી દઇ હાફિસ સાહેબ તથા મુસ્લિમ આગેવાનોને મારી નાખવાની ધમકી આપી ધાર્મિક પ્રવચન વિરુધ્ધ બેફામ બોલી યુસુફ પુજાણી અને સાજીદ ગીગાણીની ધાર્મિક લાગણી દુભાવી ધમકી ભરી ઓડિયો ક્લિપ મોકલ્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સાતેય યુવકો પૈકી ત્રણ યુવકોએ ઝેરી દવા પીતા હોય તેવો વીડિયો વાયરલ કર્યો હતો. ત્રણેયને ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. કિર્તી મંદિર પોલીસ મથકના સ્ટાફે ત્રણેય યુવકના નિવેદન નોંધયા બાદ કીર્તી મંદિર પોલીસ મથકના પી.આઇ. કે.વી.મકવાણાએ અજીમ યુનુસ કાદરીની ફરિયાદ પર નગીના  મસ્જીદના મૌલ્વી વાસીફ રજા સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.