- નેવી,આર્મી, એરફોર્સ,NDRF અને SDRF દ્રારા સયુંકત એક્સરસાઇઝ કરાશે
- રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી પટેલ રહેશે ઉપસ્થિત
પોરબંદર ચોપાટીના દરિયાકાંઠે ભારતીય સેના દ્વારા આગામી 18 થી 20 નવેમ્બર દરમ્યાન ત્રિદિવસીય સૌથી મોટી કવાયત યોજાશે. જેમાં તમામ સેના જોઈન્ટ એક્સરસાઇઝ કરશે. દેશના વિવિધ ભાગોમાં અવારનવાર પુર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે, આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ચોપાટી ખાતે નેવી,આર્મી, એરફોર્સ,NDRF અને SDRF દ્રારા સયુંકત એક્સરસાઇઝ કરવામાં આવશે અને રાહત અને બચાવ કામગીરી નું નિદર્શન કરવામાં આવશે. સમગ્ર આયોજન ને લઇ ને હાલ ચોપાટી ખાતે આર્મી ની ટીમ આવી પહોંચી છે જેના દ્વારા એકસરસાઈઝ શરૂ થતા પહેલા સાધન સામગ્રી વગેરેનું નિરીક્ષણ કરી બે દિવસ આર્મી ના જવાનો ને તાલીમ પણ આપશે. સમગ્ર એકસરસાઈઝ દરમ્યાન રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી પટેલ ઉપસ્થિત રહેશે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, પોરબંદર ચોપાટી ખાતે આગામી તા 18 થી 20 નવેમ્બર દરમ્યાન લશ્કર ની ત્રણેય પાંખો દ્વારા દિલધડક કવાયતો નું નિદર્શન કરવામાં આવશે જેની તૈય્રીઓ ચાલી રહી છે. પોરબંદર ચોપાટીના દરિયાકાંઠે ભારતીય સેના દ્વારા આગામી તા 18 થી 20 નવેમ્બર દરમ્યાન ત્રિદિવસીય સૌથી મોટી કવાયત યોજાશે. જેમાં તમામ સેના જોઈન્ટ એક્સરસાઇઝ કરશે. દેશ ના વિવિધ ભાગોમાં અવારનવાર પુર, હોનારત, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરતી આફતો આવે છે,આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં સેના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે.
ત્યારે ચોપાટી ખાતે નેવી, આર્મી, એરફોર્સ,એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ દ્રારા સયુંકત એક્સરસાઇઝ કરવામાં આવશે અને રાહત અને બચાવ કામગીરી નું નિદર્શન કરવામાં આવશે સમગ્ર આયોજન ને લઇ ને હાલ ચોપાટી ખાતે આર્મી ની ટીમ આવી પહોંચી છે જેના દ્વારા એકસરસાઈઝ શરૂ થતા પહેલા સાધન સામગ્રી વગેરેનું નિરીક્ષણ કરી બે દિવસ આર્મી ના જવાનો ને તાલીમ પણ આપશે ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી તમામ કામગીરીની એક્સરસાઇઝ ત્રણ દિવસ દરમ્યાન કરવામાં આવશે અને સમગ્ર એકસરસાઈઝ દરમ્યાન રક્ષામંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી પટેલ ઉપસ્થિત રહેશે ઉપરાંત વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના હાલ સેવાઈ રહી છે.
રિપોર્ટર: અશોક થાનકી