- ભારતીય જહાજ MSV અલ પીરાન પીર ડૂબ્યા બાદ 12 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવાયા
- 12 ક્રૂ સભ્યોએ જહાજ છોડી નાની બોટનો સહારો લીધો
- ક્રૂ સભ્યો દ્વારકાથી આશરે 270 કિમી દુર સ્થિત હતા
ભારતીય કોસ્ટગાર્ડ એ 4 ડિસેમ્બર 2024ના રોજ ઉત્તર અરબી સમુદ્રમાંથી ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV અલ પીરાન પીરના 12 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા. ભારતીય કોસ્ટ ગાર્ડ અને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી બંને દેશોના મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરો સાથે કામગીરી દરમિયાન સતત સંચાર જાળવીને કામગીરી કરી રહી હતી. ઇરાની બંદર પર જતા જહાજમાં 12 ક્રૂ સભ્યો હતા જેમણે તેમના જહાજને છોડી એક નાની ડીંગીમાં આશરો લીધો હતો. તેઓ પાકિસ્તાનના શોધ અને બચાવ ક્ષેત્રમાં, દ્વારકાથી આશરે 270 કિમી પશ્ચિમમાં સ્થિત હતા. જેને બચાવી લેવાયા છે. બચી ગયેલા લોકોની શોધમાં પાકિસ્તાન MSA એરક્રાફ્ટ અને વેપારી જહાજ એમવી કોસ્કો ગ્લોરીનો પણ ટેકો મળ્યો હતો.
અનુસાર માહિતી મુજબ, ભારતીય કોસ્ટગાર્ડએ 04 ડિસેમ્બર 2024ના રોજ ઉત્તર અરબી સમુદ્રમાંથી ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV અલ પીરાન પીરના 12 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા. તેમજ ભારતીય કોસ્ટ ગાર્ડ અને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી બંને દેશોના મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરો સાથે સમગ્ર કામગીરી દરમિયાન સતત સંચાર જાળવી કામગીરી કરવામાં આવી હતી.
ઇરાની બંદર પર જતા જહાજમાં 12 ક્રૂ સભ્યો હતા જેમણે તેમના જહાજને છોડી દીધું હતું અને એક નાની ડીંગીમાં આશરો લીધો હતો, તેઓ પાકિસ્તાનના શોધ અને બચાવ ક્ષેત્રમાં, દ્વારકાથી આશરે 270 કિમી પશ્ચિમમાં સ્થિત હતા અને બચાવ્યા હતા. તેમજ બચી ગયેલા લોકોની શોધમાં પાકિસ્તાન MSA એરક્રાફ્ટ અને વેપારી જહાજ MV કોસ્કો ગ્લોરી દ્વારા ટેકો મળ્યો હતો.
પોરબંદરથી ઈરાનના બંદર અબ્બાસ જવા રસ્તે રવાના થયેલ અલ પીરાન પીર જહાજ 04 ડિસેમ્બરના રોજ સવારના સમયે ઉબડખાબડ દરિયા અને પૂરને કારણે ડૂબી ગયું હતું. તેમજ ICGના મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) મુંબઈ દ્વારા આ તકલીફનો કોલ મળ્યો હતો, જેણે ગાંધીનગરમાં ICG પ્રાદેશિક મુખ્યાલય (ઉત્તર પશ્ચિમ)ને તાત્કાલિક ચેતવણી આપી હતી. ICG જહાજ સાર્થકને તાત્કાલિક જાણ કરાયેલા સ્થાન પર વાળવામાં આવ્યું હતું. તેમજ આ વિસ્તારમાં નાવિકોને ચેતવણી આપવા માટે MRCC પાકિસ્તાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, અને તેમની સહાય ઝડપથી પૂરી પાડવામાં આવી હતી.
ICGS સાર્થકની તબીબી ટીમ દ્વારા બચાવી લેવામાં આવેલા ક્રૂ સભ્યોની તપાસ કરવામાં આવી હતી અને તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તેઓને ગુજરાતના પોરબંદર હાર્બર પર પાછા મોકલવામાં આવી રહ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડે ફરી એક વખત સમુદ્રમાં જીવોનું રક્ષણ કરવા માટેનું પોતાનું સમર્પણ દર્શાવ્યું છે.
અહેવાલ : અશોક થાનકી