• ભાવિ પેઢી માટે એક સારૂ ભવિષ્ય આપવા માટે પણ આપણે વસ્તી નિયંત્રણ કરવું જ પડશે : વસ્તી વધારાના કારણોમાં ગરીબી, અજ્ઞાન, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો, આરોગ્ય સેવામાં સુધારો અને ધાર્મિક માન્યતાઓ જેવા ઘણા મુદ્દાઓનો સમાવેશ થાય છે
  • ફેમિલી પ્લાનિંગને આપણે ક્યારેય ગંભીરતાથી લીધું નથી : આજથી બાર હજાર વર્ષ પહેલા આપણા દેશની વસ્તી માત્ર એક લાખ હતી, 1952માં આપણી વસ્તી 36 કરોડ હતી, જે 1971માં 56 કરોડ થઇ ગઇ હતી: વસ્તી નિયંત્રણ માટે સરકાર, સમાજ અને

વ્યક્તિઓએ સંયુક્ત પ્રયાસો કરવા જ પડશે

આપણો દેશ આજે ઘણી સમસ્યાઓ વચ્ચે ઘેરાયેલો છે, જેમાં વસ્તી વધારો સૌથી મોટી ચેલેન્જ છે. વૈશ્ર્વિક માનવ વસ્તી વધારો આશરે વર્ષે 7.5 કરોડ એટલે કે 101 ટકા છે. વિશ્ર્વની વસ્તી 1800માં એક અબજથી વધીને 2012માં 7 અબજ થઇ ગઇ તો આ સદીનાં અંતમાં તે વધીને 10 અબજ થઈ જશે તેવો એક અંદાજ છે. વસ્તી ધવારાનો દર શોધવો હોય તો એ શરૂઆતની વસ્તીની સામે જે તે સમયે વધેલી વસ્તીની સંખ્યાનો ભાગાકાર છે. જે સામાન્ય રીતે ટકામાં દર્શાવાય છે.

જેટ ઝડપે દેશની વસ્તી વધી રહી છે. જેને કારણે દેશના વિકાસ ઉપર માઠી અસર પડી છે. બધા લોકો જાણે છે કે રાષ્ટ્રીય સંશાધનો પૈકી એક મોટો હિસ્સો દેશની વિશાળ વસ્તીના ભરણપોષણ પાછળ જ ખર્ચાય જાય છે. આ એક ગંભીર સમસ્યા છે. તેને સ્થિર કે નાથ્યા વગર ભારત પોતાની વિવિધ જટીલ સમસ્યામાંથજી બહાર ન આવી શકે, ભારતમાં હાલમાં અનેક સમસ્યાઓમાં ગરીબી, ભ્રષ્ટાચાર, ભૂખમરો જેવી સમસ્યા છે. લોકોને તમામ પ્રકારની સુવિધા પહોચાડવામાં વસ્તી વધારો આડે આવે છે. બધાને રોટી – કપડા – મકાન સાથે શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, સુરક્ષિત પાણી જેવી મૂળભૂત સમસ્યામાં પણ વસ્તી વિસ્ફોટ નડે છે. 1947માં 33 કરોડને 2018માં 13પ કરોડની વસ્તી આપણા દેશની થઇ છેલ્લા 70 વર્ષમાં વસ્તી ચાર ગણી વધી ગઇ છે. આજે દુનિયાની દર છઠ્ઠી વ્યકિત ભારતીય છે.

વસ્તી ગણતરી 2020માં દેશમાં રહેતા તમામ વયસ્ક, શિશુ અને બાળકની ગણતરી થાય છે. વિશ્ર્વમાં સૌથી યુવા વસ્તી ભારત દેશમાં છે, આજે વિશ્ર્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત બની ગયો, ભારતમાં વસ્તી વધારાનો દર ચીન કરતાં ડબલ છે. છેલ્લા 25 વર્ષમાં ચીનમાં ર0 કરોડ તો ભારતમાં 4ર કરોડ થયો છે. ભારતીયોનું સરેરાશ આયુષ્ય પણ વઘ્યું છે. વિશ્ર્વમાં હાલ એવરેજ આયુષ્ય 72 વર્ષની નજીક પહોચ્યું છે.

દર વર્ષે 11 મી જુલાઇએ વિશ્ર્વ વસ્તી દિન ઉજવાય છે. આ દિવસે 1987 ના રોજ વિશ્ર્વની વસ્તી પાંચ અબજને પાર કરી, તે દિવસની પ્રેરણા લઇ આ દિવસ ઉજવાય છે. આપણે દેશમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકો જાગૃત થાય તે જરુરી છે. આજે જન્મ લેનાર બાળક સામે આવનારા પડકારો અને સમસ્યાનો ઉકેલ જાણવા સૌએ કટિબઘ્ધ થવું પડશે, એક વાત એવી પણ છે આ વસ્તી વધારા પાછળનું મુખ્ય કારણ નિરક્ષરતાનું વધતું પ્રમાણે મનાય છે. અશિક્ષિત હોવાને કારણે તેઓ કુટુંબ નિયોજન વિશે કોઇ માહિતી હોતી નથી. વસ્તી વધારો અને સાક્ષરતા એક સિકકાની બે બાજુ છે. છોકરાના પ્રમાણમાં આજે માત્ર 10 ટકા છોકરી શિક્ષીત છે. આને કારણે વધતી વસ્તી આપણાં દેશ માટે રેડલાઇટ સમી છે. આને ના થવા માટે શિક્ષણનો વ્યાપ વધારવો અને પરિવાર નિયોજન નો પઘ્ધતિનો બહોળો પ્રચાર કરવો જરુરી છે. આપણે જ ‘મુંબઇમાં રોટલો મળે પણ ઓટલો ના મળે’ એવું બોલીએ ત્યારે તેની પાછળ રહેલા ગુઢ અર્થને સમજતા નથી.

વિશ્ર્વની વસ્તી 2030 સુધીમાં લગભગ આઠ અબજ સાઈઠ લાખ થઇ જશે, આપણાં વિકાસમાં અવરોધ માત્ર વસ્તુ સમસ્યાને કારણે આવે છે., હાલ દુનિયામાં વસ્તી મામલે ચીન પછી ભારત બીજા ક્રમે છે. ચીનની સરખામણીએ ભારતીય આર્થિક સ્થિતિ અને અન્ય પાસા નબળા હોવાથી આપણા દેશમાં વસ્તી વધારો સૌથી મોટી સમસ્યા છે. આને નાથવા માટે લોકોનો સહકાર જરુરી છે. દરેક નાગરીક પોતે સમજીને પોતાના પરિવારની વસ્તુ નિયંત્રણ રાખે તે ઇચ્છનીય છે. ચીનમાં બે બાળકોનો કાયદો છે. આપણે ત્યાં લોકશાહીને કારણે તે શકય નથી. આજે પણ ભારતનાં લોકો છોકરા મોટા થઇને કુટુંબની આર્થિક સ્થિતિ સુધારશે એમ માનીને વધુ બાળકો પેદા કરે છે. છોકરી કરતાં છોકરાને મહત્વ આપતાં જયાં સુધી બાળક ન આવે ત્યાં સુધી સંતાનો પેદા કરે છે. એક વાત આશારૂપ છે. છેલ્લા દોઢ દાયકાથી ભારતની વસ્તીમાં ધીમી પણ મકકમ ગતિએ ઘટાડો થતો જોવા મળ્યો છે. ભારતમાં વસ્તી વૃઘ્ધીનો દર 2000 માં 1.86 હતો જે આજે ઘટીને 1.2 ટકા થયો છે. તેવી જ રીતે સાક્ષરતાના દરમાં પણ વધારો જોવા મળ્યો છે. દેશની પંચ વર્ષીય વિવિધ યોજનામાં પણ આપણને આ સમસ્યાને કારણે ધાર્યા પરિણામ મળતા નથી, આવડી મોટી વસ્તીને ગુણવત્તા યુકત જીવન જીવવા રહેવા  માટે અપાતી સુખ સગવડો પહોંચી ન શકે તે સ્વાભાવિક છે. તમામને આરોગ્ય સેવા, શિક્ષણ, રોજગારી, મકાન જેવી પ્રારંભિક સુવિધામાં તકલીફો પડી રહી છે.

આજે વસ્તી વધારાની સમસ્યા તમામ સ્થળે આપણને અડચણો ઉભી કરે છે એટલે એના વિશે વાત કરવી જરુરી બને છે. વસ્તી અને તેની આવશ્યક જીવન જરૂરિયાતની પૂર્તિ દરેક સરકાર માટે પાયાની બાબત છે. દેશના કુદરતી સંશાધનો ખુબ જ મહત્વ ધરાવે છે. તેનાથી જ આર્થિક વિકાસ શકય છે આજે એ જ નાશ થઇ જશે તો આગામી પેઢી માટે શું બાકી રહેશે એ ચિંતા અને ચિંતનનો વિષય છે. વસ્તીના વલણોની વાત કરીએ તો દેશની વસ્તીનું કદ, વસ્તી વૃઘ્ધી દર, જન્મ દર, મૃત્યુ દર, શહેરી વસ્તી, ગ્રામીય વસ્તી, સ્ત્રી-પુરૂષ  પ્રમાણનુ લગતી આંકડાકિય મેળવીને તેનું અર્થઘટન કરવું તે છે. વસ્તીમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણમાં મૃત્યુદરમાં થયેલ વધારો હતો. અનેકવાર પડતા દુષ્કાળ, વિવિધ રોગચાળા જેમાં કોલેરા પ્લેગ, ક્ષય, મેલેરિયા, કોરોના અને ઇન્ફલુએન્જાના ઉંચા પ્રમાણને કારણે મૃત્યુ દર ઉંચો રહેવા પામ્યો હતો. 1951માં ભારતના આયોજનનો આરંભ થયો હતો. દર એક હજારે પુરૂષની સામે સ્ત્રીની ઘટતી સંખ્યા પણ વિષમતા સર્જે છે. વસ્તી વધારો એ દરેક સમસ્યાની જનની છે.

આપણો વસ્તી વૃદ્ધિ દર ચીન કરતા બમણો

વસ્તી વધારાના નકારાત્મક પાસાઓમાં અનાજની અછત, પર્યાવરણીય સમસ્યાઓ, બરોજગારી, ગરીબી અને નિમ્ન જીવન ધોરણ, ફુગાવો, આરોગ્ય સમસ્યા, ઉચ્ચ સરેરાશ ઉત્પાદન ખર્ચ સાથે મર્યાદીત ઉત્પાદનને ગણી શકાય છે. આજે જયાં જાવ ત્યાં ભીડ જોવા મળે છે. જે તેનો સ્પષ્ટ સંકેત છે, પૃથ્વી પર માનવનું સર્જન થયું ત્યારથી લગભગ દર વર્ષે વસ્તી હરણ ફાળે વધતી જ જાય છે. એક અંદાજ મુજબ 2050 સુધીમાં આપણાં દેશમાં બીજા 30 કરોડ લોકોનો ઉમેરો થશે.  આપણો વસ્તી વૃઘ્ધિ દર ચીન કરતાં બમણો છે. આપણી વસ્તી દર વર્ષે 1.2 ટકાના દરે વધી રહી છે, સંયુકત રાષ્ટ્ર સંઘના 2019ના અહેવાલમાં પણ આપણા વસ્તી વધારાની ચિંતા અને નિર્દેશ કરાયો હતો. છેલ્લા રપ વર્ષમાં ચીનમાં ર0 કરોડ તો ભારતમાં 4ર કરોડ લોકોનો વધારો થયો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.