મરાઠી ફિલ્મોનો લોકપ્રિય એક્ટર સ્વપ્નિલ જોશી હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેમજ આ ફિલ્મનું શૂટિંગ હવે શરૂ થઈ ગયું છે જેની જાહેરાત ફિલ્મના પ્રોડ્યુસર દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. ‘શુભચિંતક’ નામની આ ફિલ્મમાં સ્વપ્નિલ જોશી સાથે માનસી પારેખ, ઈશા કંસારા, વિરાફ પટેલ, તુષારિકા રાજ્યગુરુ દીપ વૈદ્ય અને મેહુલ બુચ જેવા જાણીતા કલાકારો જોવા મળવાના છે.
‘શુભચિંતક’ આ આગામી પ્રોજેક્ટને પાર્થિવ ગોહિલ અને માનસી પારેખના બૅનર સોલ સૂત્ર સ્ટુડિયો દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે અને ધવલ ઠક્કર પણ કૉ-પ્રોડ્યુસર તરીકે ફિલ્મ સાથે જોડાયો છે. તેમજ સોલ સૂત્ર સ્ટુડિયોની આ ચોથી ફિલ્મ છે.
માનસી પારેખે તેના આ પ્રોજેક્ટ અંગે કહ્યું `અમે બધા ખુશ છીએ કે સ્વપ્નિલ ફિલ્મ માટે બોર્ડમાં છે. હું સ્વપ્નિલ સાથે સ્ક્રીન શૅર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. તેમજ અમે પહેલાથી જ લુક ટેસ્ટ અને વર્કશોપ માટે મળ્યા હતા અને અમારી પ્રારંભિક નોંધો બદલી નાખી હતી. ત્યારે હવે હું રોલની રાહ જોઈ રહી છું.
માનસીએ ફિલ્મ વિશેની એક પોસ્ટ શૅર કરી છે. જેમાં સ્વપ્નિલનો ઉલ્લેખ `મરાઠી સુપરસ્ટાર` છે”. જેથી હવે મરાઠી ટીવી અને ફિલ્મ જગતમાં વિવિધ ભૂમિકાઓ ભજવ્યા બાદ હવે નવી ગુજરાતી ફિલ્મ `શુભચિંતક`માં સ્વપ્નિલ કેવો રોલ ભજવશે તે જોવું મહત્ત્વનું રહેશે. “અમારી ગુજરાતી ફિલ્મ ‘શુભચિંતકનું શૂટિંગ આજથી શરૂ થઈ ગયું છે. અમે અમારી સ્ટાર કાસ્ટનો પરિચય કરાવવા માટે રોમાંચિત છીએ! તેમજ તે ગુજરાતી સિનેમામાં મરાઠી સુપર સ્ટારની પદાર્પણને પણ ચિહ્નિત કરે છે વધુ અપડેટ્સ માટે ટ્યુન રહો કારણ કે અમે સાથે આ અવિશ્વસનીય સફર શરૂ કરીએ છીએ.”
આ ફિલ્મની જાહેરાતથી દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ પોસ્ટની કમેન્ટ સેક્શનમાં પોતાની એકસાઈટમેન્ટ વ્યક્ત કરી રહ્યા છે.