આતંકી પ્રવૃત્તિઓ ચલાવવા રૂ.120 કરોડ જેવી માતબર હવાલા મારફત મેળવ્યાનો ખુલાસો

દેશભરના 13 રાજ્યોમાં કટ્ટર ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 100 થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના જે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી અનેકની સતત પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેવા સમયમાં આ સંગઠને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર હુમલાનું કાવતરું ઘડ્યું હતું તેવો ઘટસ્ફોટ થયો છે. આ સંગઠને હવાલા મારફત આશરે રૂ. 120 કરોડ જેવી માતબર રકમ મેળવ્યાનો ઘટસ્ફોટ થયો છે અને વડાપ્રધાન મોદી પર હુમલા માટે ટ્રેનિંગ કેમ્પ પણ ગોઠવ્યાનો ધડાકો થયો છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ

ડિરેક્ટોરેટ અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના સહયોગથી દેશના લગભગ 13 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન એનઆઈએ દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયામાં 100થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

પોપ્યુલર ફ્રન્ટ ઈન્ડિયા(પીએફઆઈ) વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી બાદ મોટો ખુલાસો થયો છે. અહેવાલ છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાવો કર્યો છે કે સંગઠને બિહારના પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીને નિશાન બનાવવાનું કાવતરું ઘડ્યું હતું.  તે જ સમયે, તપાસ એજન્સીએ કહ્યું કે, પીએફઆઈ ટેરર મોડ્યુલ તૈયાર કરી રહી છે અને અન્ય હુમલાની પણ તૈયારી કરી રહી છે.

અહેવાલ મુજબ કેરળમાંથી ધરપકડ કરાયેલા પીએફઆઈ સભ્ય શફીક પાયેથની રિમાન્ડ નોટમાં ઇડીએ સનસનાટીભર્યા દાવા કર્યા છે. એજન્સીનું કહેવું છે કે પીએફઆઈએ ચાલુ વર્ષે 12 જુલાઈના રોજ પીએમ મોદીની પટના મુલાકાત પર હુમલો કરવા માટે એક ટ્રેનિંગ કેમ્પ લગાવ્યો હતો. ખાસ વાત એ છે કે, વર્ષ 2013માં ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા આતંકીઓએ રેલીમાં પણ બ્લાસ્ટ કર્યો હતો.

ગુરુવારે ઇડી અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના સહયોગથી દેશના લગભગ 13 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન એનઆઈએ દ્વારા 100થી વધુ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.  જ્યારે ઇડીએ ચાર લોકોની અટકાયત કરી હતી. જેમાં પરવેઝ અહેમદ, મોહમ્મદ ઇલ્યાસ અને અબ્દુલ મુકિતના નામ સામેલ છે. ઈડીએ મની લોન્ડરિંગની તપાસ દરમિયાન આ તમામની પૂછપરછ કરી છે.

અહી તપાસ એજન્સીએ પણ પાયેથ પર સકંજો કસ્યો છે. આરોપ છે કે તેણે ભારતમાં એનઆરઆઈ એકાઉન્ટનો ઉપયોગ કરીને પીએફઆઈ માટે વિદેશમાંથી હવાલા મારફત પૈસા ટ્રાન્સફર કર્યા હતા. રિપોર્ટ અનુસાર, ઇડીએ જણાવ્યું છે કે, ગયા વર્ષે પાયેથના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.  એજન્સીએ જણાવ્યું હતું કે, પીએફઆઈ અને તેની સંલગ્ન સંસ્થાઓના ખાતામાં રૂ. 120 કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી હતી. તેનો મોટો હિસ્સો દેશ-વિદેશમાંથી શંકાસ્પદ સ્ત્રોતોમાંથી રોકડમાં જમા કરાવવામાં આવ્યો હતો.

ઇડીએ શુક્રવારે કહ્યું કે, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કેટલાક સભ્યો, વિદેશમાં રહેતા, ભારતમાં વિદેશી ભારતીયો(એનઆરઆઈ)ખાતાઓમાં ભંડોળ મોકલતા હતા, જે પાછળથી કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેનો હેતુ વિદેશી ભંડોળ સંબંધિત કાયદાને ટાળવાનો હતો.

અહેવાલ અનુસાર ઇડીએ આરોપ લગાવ્યો છે કે, પીએફઆઈએ વિદેશમાં ફંડ એકઠું કર્યું અને હવાલા/અન્ય માધ્યમથી ભારત મોકલ્યું.  ઇડીએ જણાવ્યું હતું કે ભંડોળ પીએફઆઈ/સીએફઆઈ અને અન્ય સંબંધિત સંગઠનોના સભ્યો, કાર્યકરો અથવા પદાધિકારીઓના ખાતા દ્વારા પણ મોકલવામાં આવ્યું હતું.  એજન્સીએ જણાવ્યું હતું કે, વિદેશમાંથી મેળવેલ ભંડોળ સરકારી એજન્સીઓ પાસેથી છુપાવવામાં આવ્યું હતું અને પીએફઆઈ દ્વારા આવા ભંડોળ અને દાન એકત્ર કરવામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી કારણ કે તે વિદેશી યોગદાન નિયમન અધિનિયમ હેઠળ નોંધાયેલ નથી.

 વડાપ્રધાન પર હુમલો કરવા ટ્રેનિંગ કેમ્પ પણ ગોઠવ્યાનો ધડાકો !!

અહેવાલ મુજબ કેરળમાંથી ધરપકડ કરાયેલા પીએફઆઈ સભ્ય શફીક પાયેથની રિમાન્ડ નોટમાં ઇડીએ સનસનાટીભર્યા દાવા કર્યા છે. એજન્સીનું કહેવું છે કે પીએફઆઈએ ચાલુ વર્ષે 12 જુલાઈના રોજ પીએમ મોદીની પટના મુલાકાત પર હુમલો કરવા માટે એક ટ્રેનિંગ કેમ્પ લગાવ્યો હતો. ખાસ વાત એ છે કે, વર્ષ 2013માં ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલા આતંકીઓએ રેલીમાં પણ બ્લાસ્ટ કર્યો હતો.

દેશની સુરક્ષાને સરહદ પારના નહીં ભીતરના ગદ્દારોથી સંકટ !!

એકતરફ ભારત દેશ આર્થિક મહાસતા બનવા તરફ દોડ લગાવી રહ્યું છે અને જ્યારે આર્થિક મહાસતા બનવું હોય તો આતંકવાદને નેસ્ત નાબૂદ કરવો જરૂરી છે. ત્યારે સરહદ પારના આતંકી સામે લડવું તો જરૂરી જ છે પરંતુ દેશની અંદર રહેલા ગદ્દારોને ઠેકાણે પાડી દેવા તેનાથી વધુ જરૂરી છે. જે રીતે પીએફઆઈ સંગઠને આતંકી પ્રવૃત્તિ માટે હવાલા મારફત રકમ મેળવી અને દેશના વડાપ્રધાનને નિશાન બનાવવા માટે કાવતરું ઘડ્યું ત્યારે આ પ્રકારના તત્વોને પ્રથમ ઠેકાણે પાડી દેવા અતિઆવશ્યક છે.

  • તુર્કીએ પીએફઆઈને ભંડોળ પૂરું પાડ્યું હોવાનો મોટો ધડાકો!!
  • આતંકી પ્રવૃત્તિ કરનારા સંગઠનને ફન્ડીંગ કર્યાના ‘વટાણા વેરાઈ’ જતા હવે સંબંધ સુધારવા તુર્કીના વલખા!!

ઇડીએ પીએફઆઈના બેન્ક એકાઉન્ટસમાંથી રૂ. 100 કરોડથી વધુના બેનામી વ્યવહારો થયાનું જણાવ્યું છે. આ નાણાં ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ કરતા મોટો ધડાકો થયો. આ નાણાં નેશનલ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશને ટ્રાન્સફર કર્યા છે કે જે તુર્કીની ઇન્ટેલિજન્સ એજન્સી છે. ભારતની ઇન્ટેલિજન્સ એજન્સી ’રો’ જેવી જ તુર્કીની આ એજન્સી છે જે દેશની સુરક્ષાની બાગડોર સંભાળે છે. પરંતુ આ એજન્સીએ જ પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈની મદદથી આ નાણાં ટ્રાન્સફર કર્યા હતા. હવે સમગ્ર મામલે વટાણા વેરાઈ જતા તુર્કી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી બંને દેશોના સંબંધો સુધારવા વલખા મારી રહ્યું છે. હાલમાં તુર્કી પણ આતંકી પ્રવૃત્તિઓને લીધે એફએટીએફની ગ્રે લિસ્ટમાં છે અને જો ભારત હવે તુર્કીઈ પીએફઆઈને ભંડોળ પૂરું પાડ્યાના પુરાવા આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરે તો તુર્કી બ્લેક લિસ્ટમાં જતું રહેશે તેમાં શંકાને સ્થાન નથી. તેના જ લીધે તાજેતરમાં જ યોજાયેલી એસસીઓની બેઠકમાં તુર્કીએ વડાપ્રધાન મોદીને મળવાની ઘેલછા દર્શાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.