ખસખસ આમ તો આપણે ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લેતા હોઇ છીએ પરંતુ શું તમને તેના અઠળક ફાયદાઓ વિશે ખ્યાલ છે ? કેલ્શિયમ, આઇરન, મેગ્નેશિયમ, મેગેનિઝ, ઝિંક જેવા અનેક પ્રકારના વિટામિન અને મિનરલથી ભરપુર ખસખસ માત્ર કેકનો ટેસ્ટ વધારવા કે ગાર્નિશિંગ માટે જ નથી પરંતુ તમારી સ્કિન અને પેટની તકલીફોનું પણ વન સ્ટોપ સોલ્યુશન છે.
– ખસખસનો ઉપયોગ તમે સારી ઊંઘ મેળવવા માટે પણ કરી શકો છો, અને ચિંતામુક્ત પણ બની શકો છો. તમે ચા માં ખસખસનું થોડુ એવું પ્રમાણ મેળવીને તેનું સેવન કરી શકો છો જેથી તમને સારી અને ચિંતામુક્ત ઉંઘ આવશે.
– જો તમને પેટમાં દુખાવાની તકલીફ હોય તો ઘી અથવા માખણમાં ખસખસનો પાઉડર ઉમેરીને તમે પેટની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. જેનો ઉપયોગ ઘણી દાવાઓ બનાવવામાં પણ કરવામાં આવતો હોય છે.
– શિયાળામાં ત્વચા સુખી ડ્રાય બની જતી હોય છે, ખસખસમાં એવા તત્વો રહેલા છે જે તમારી સ્કિનને એકદમ તાજગી ભરેલી રાખશે. ખસખસ આયુર્વેદ ઔષધી સમાન છે તેમા રહેલું મોઇશ્ર્ચર તમારી ત્વચામાંથી મોઇશ્ર્ચરને ઓછુ થવા દેતી નથી.
-ખસખસ સેક્સ્યુઅલ હેલ્થ માટે પણ ફાયદાકારક છે જો કોઇને બાળક ન થતા હોય તો ખસખસના બી અથવા તેના તેલનો ઉપયોગ કરી શકે છે. તેની તેમને સેક્સ દરમ્યાન પણ સંતોષની અનુભૂતિ થશે.