ખ્રિસ્તી ધર્મના વડા ફ્રાન્સિસ મોંગોલિયાના પ્રવાસ પૂર્વે ભારત આવવાનું વિચારી રહ્યા છે
ખ્રિસ્તી ધર્મના વડા પોપ ફ્રાન્સિસે રવિવારે જણાવ્યું હતું કે, તેઓ ચાલુ વર્ષે ભારતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે અને 2023ના અંતમાં મંગોલિયાની સંભવિત સફરનો અભ્યાસ કરી રહ્યા છે તે પૂર્વે તેઓ ભારતના પ્રવાસે આવી શકે છે.
પોપ ફ્રાન્સિસે દક્ષિણ સુદાનથી રોમ પરત ફરતી ફ્લાઇટ દરમિયાન તેમના આગામી પ્રવાસના સમયપત્રકની રૂપરેખા આપી હતી. તેમણે પુષ્ટિ કરી કે તેઓ ઓગસ્ટના પ્રથમ સપ્તાહે વિશ્વ યુવા દિવસ માટે લિસ્બન, પોર્ટુગલમાં હશે અને ફ્રાન્સના માર્સેલીમાં 23 સપ્ટેમ્બરે ભૂમધ્ય બિશપ્સની બેઠકમાં ભાગ લેશે.
તેમણે કહ્યું કે “સંભાવના” છે કે તે માર્સેલીથી મોંગોલિયા જશે, જે પોપનો મોંગોલિયાનો પ્રથમ પ્રવાસ હશે. પોપ ફ્રાન્સિસે કહ્યું કે, તેમણે વિચાર્યું કે તેઓ 2024 માં ભારતની મુલાકાત લેશે. વર્ષ 2017માં ભારત પ્રવાસની યોજના નિષ્ફળ રહી હતી.
પોપ ફ્રાન્સિસે કોંગો અને દક્ષિણ સુદાનની છ દિવસની મુલાકાત પછી પત્રકારો સાથે વાત કરી. જ્યાં તેઓ દક્ષિણ સુદાનની રાજધાની જુબામાં કેન્ટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બી અને ચર્ચ ઓફ સ્કોટલેન્ડના મધ્યસ્થ આરટી દ્વારા જોડાયા હતા.