પોપ ફ્રાંસિસે સાઉદી અરબ ખાતે રવિવારે પહોચીને એક નવો ઈતિહાસ રચ્યો છે.ઈસ્લામ જગતની જન્મભૂમિ જેવી સાઉદી અરબની ભૂમિ પર બીન મુસ્લિમ ધર્મગુ‚ની આ ઐતિહાસીક મુલાકાત ગણાઈ રહી છે. પોપ ફ્રાંસીસ અબુધાબીની બે દિવસની મુલાકાત દરમ્યાન મુસ્લિમ ધર્માત્માઓ સાથે એક લાખ ૩૫ હજાર કેથલીકસના વિકાસ માટે અને હવાઈ ઉડ્ડયન માટે ચર્ચા કરશે.
પોપ ફ્રાંસિસને અબુધાબીના પાટવી કુંવર પ્રિન્સ શેખ મોહમ્મદ જાહીદ અને શેખ અહેમદ અલતય્યબઅલ અઝર મસ્જિદના સુન્ની આલિમે આવકાર્યા હતા.અબુધાબી ખાતે આંતરધાર્મિય સેમીનારમાં ધર્મગૂરૂઓ શેખ અહેમદને મળશે.રોમ દ્વારા ગઈકાલે સત્તાવાર રીતે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. આ મસલબતમાં સાઉદી અરબ સાથે યમન, કતારમાં થઈ રહેલી લશ્કરી કાર્યવાહી અંગે ચર્ચા થશે.
પોપ ધર્મગૂરૂએ જણાવ્યું હતુ કે હું વિશ્વ સમુદાયને યુધ્ધગ્રસ્ત વિસ્તારોમાં વસતા લોકોની સમસ્યા નિવારવા અપીલ કરૂ છું યુધ્ધગ્રસ્ત વિસ્તારોમાં બાળકો અને લોકો ખૂબજ યાતના મય સ્થિતિમાં જીવી રહ્યા છે.વિશ્વના તમામ લોકો માનવતાના અભિગમ કેળવે એ જરૂરી છે. અરબ જગતમાં પોપની આ મુલાકાત પ્રથમ માનવામાં આવે છે. ઈસ્લામ અને ક્રિશ્ચિયન જગતના ધર્માત્માઓનું આ મિલન ખૂબ મહત્વનું બની રહેશે.
દસેક લાખ જેટલા કેથોલીક હિજરતીઓ ફિલિપાઈન્સ અને ઈન્ડીયામાંઆવક જાવક માટે સાઉદી અરબનાં હવાઈ રસ્તાનો ઉપયાગે કરી શકે અને ૧ લાખ ૩૫ હજાર યાત્રાળુઓને સરળતા માટે રસ્તો ખૂલ્લો થાય તેવી આશા સેવાઈ રહી છે.પોપની આ મુલાકાતને અમેરિકા, ભારત, બ્રિટનનું સમર્થન મળ્યુ છે. પોપની આ મુલાકાતને આતંકવાદ સામે પ્રેમના જંગ નિમિત રીતે જોવાઈ રહી છે.