ઉત્તરપ્રદેશના કાનપુરના રૂમા ગામ નજીક શનિવારે મોડી રાત્રે પૂર્વા એક્સપ્રેસના 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાં 20 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યુ હતું અને રાહતકાર્ય હાથ ધર્યું છે. પૂર્વા એક્સપ્રેસ -12303 હાવડા઼થી નવી દિલ્હી જઇ રહી હતી.
Kanpur: Morning visuals from the spot where 12 coaches of Poorva Express, plying from Howrah to New Delhi, derailed near Rooma village at around 1 am today. No casualties reported. pic.twitter.com/sFw0jZvVib
— ANI UP (@ANINewsUP) April 20, 2019
હાવડા઼-નવી દિલ્હી પૂર્વા એક્સપ્રેસ કાનપુર પહોંચવાની હતી, પરંતુ તે પહેલાં જ રૂમા પાસે ટ્રેનના 12 જેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેમાંમાં 10 પેસેન્જર કોચ, એક પેટ્રી કાર અને એક પાવર કાર સામેલ છે. જેમાંથી 4 કોચ ટ્રેક નજીક પલટી ગયા હોવાના સમાચાર છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છેકે શનિવારે મોડી રાત્રે 1 વાગ્યે બનેલી આ દુર્ઘટના કપલિંગ તૂટવાના કારણે ઘટી છે. મુસાફરોને કાનપુરથી દિલ્હી લઇ જવા માટે અન્ય ટ્રેનની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. હાલ ઇલ્હાબાદ-કાનપુર રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને 11 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.