૩૦માં સમુહલગ્નમાં ૬૦ યુવક–યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાયા
તળપદા કોળી પટેલ યુવક મંડળ દ્વારા કોળી સમાજના ૩૦માં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજમાં ૬૦ જેટલા યુવક–યુવતીઓએ પ્રભુતામાં પગલા પાડયા છે. આ સમુહલગ્નમાં ભીખાભાઈ ડાભી, કાનાભાઈ શિયાળ સહિતના કોર્પોરેટરો, મંત્રીઓ, સરપંચો અને મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે અબતક સાથેની વાતચીતમાં ભુપતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સમસ્ત તળપદા કોળી પટેલ દ્વારા ૩૦માં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ યુગલોએ પ્રભુતામાં પગલા ભર્યા છે. આ આયોજનમાં સમસ્ત તળપદા કોળી સમાજના આગેવાનો, કોર્પોરેટરો, મંત્રીઓ, સરપંચ, ધારાસભ્યોના સહયોગ અને હાજરીથી શકય બન્યું છે. જેમાં મુખ્ય આયોજક ભીખુભાઈ ડાભી, કાનાભાઈ શિયાળ, છગનભાઈ ભુસડીયા સહિતના અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ સમુહલગ્નમાં દિકરીઓને કરીયાવરમાં ૭૦ થી ૮૦ જેટલી વસ્તુઓ તેમજ ૩૦,૦૦૦ થી ૪૦,૦૦૦ જેટલા લોકોનું જ્ઞાતિજમણ પણ રાખવામાં આવ્યું હતું.
અબતક સાથેની વાતચીત દરમ્યાન ભીખુભાઈ છગનભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬૦ જેટલા યુવક–યુવતીઓ પ્રભુતામાં પગલા પાડશે. જેમાં સમાજના વિસ્તાર પ્રમાણે કરીયાવરમાં તમામ વસ્તુ અને સમિતિ તરફથી વસ્તુઓ આપવામાં આવી છે. સમાજના સરપંચો, ધારાસભ્યો તથા તમામ આગેવાનોએ પણ સમુહલગ્નમાં હાજરી આપી છે. તેમજ ૩૦ થી ૪૦ હજાર લોકોનું સમુહ ભોજન પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેર જીલ્લા અને તાલુકામાંથી ગરીબ વર્ગના યુવક–યુવકોના સમુહલગ્નમાં લગ્ન કરાવવામાં આવ્યા છે. મુખ્ય કાર્યકર્તામાં ૫૦ લોકોની સમિતિ છે. આ સમુહલગ્નનો મુખ્ય હેતુમાં જેના માતા–પિતા ન હોય તેના લગ્ન કરાવાનો છે. દર વર્ષે ફેબ્રુઆરીમાં આ સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે.