આટીસ્ટીક સ્કેટીંગમાં ઓવરઓલ ચેમ્પીયન ટ્રોફી સ્પીડમાં ૪ ગોલ્ડ, ૩ સીલ્વર, ૩ બ્રોન્ઝ, રીલે રેસમાં ૬, ગોલ્ડ, ૫ સીલ્વર, ૬ બ્રોન્ઝ, સકેટલોન કોમ્પીટીશનમાં ૨ ગોલ્ડ, ૫ સીલ્વર, ૧ બ્રોન્ઝ, આટીસ્ટીક સ્કેટીંગમાં ૧ ગોલ્ડ, ૧ સીલ્વર, ૧ બ્રોન્ઝ, પુજા રીલે સેન્ટરના બાળખોએ મેડલ મેળવ્યા છે.
કોમ્પીટીશનમાં રાજસ્થાન, ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરીયાણા, ગુજરાત, પંજાબ, તમીલનાડુ તથા આંધ્રપ્રદેના ૭૫૦ થી વધારે બાળકો પાટીસીપેટ થયા હતા.
ઓરંગાબાદ મ્યુનિ. કોર્પોરેશન તથા રોલર રીલે સ્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાના દ્વારા કોમ્પીટીશનનું આયોજન ઓરંગાબાદ ખાતે યોજવામાં આવ્યું હતુ.
વિજેતા બાળકોને આગામી ઈન્ટરનેશનલ લેવલે રમવા જવાની તક મળશે. સૌરાષ્ટ્ર રોલર સ્કેટીંગ એશો. રોલબોલ એસો. સ્કેટબોલ એસો. તથા સ્કેટબોલ ફેડરેશન ઓફ ઈન્ડીયાના તમામ કમીટી મેમ્બરો, જવાહરભાઈ ચાવડા, મૌલેશભાઈ પટેલ, હિમાંશુભાઈ રાણા, સુરેશભાઈ ત્રિવેદી, રત્નાબેન સેજપાલ, ઉમેશભાઈ શેઠ, વિજયભાઈ કારીયા, દીપ દીદી ડો. પુજા રાઠોડ તથા પુષ્પાબેન રાઠોડે તમામ બાળકોને અભિનંદન પાઠવી ઈન્ટરનેશનલ લેવલે વિજેતા થઈ પરત ફરે તેવા આર્શીવાદ પાઠવ્યા છે.