રાજયભરમાં ધડાતું આયોજન: મેળાનું સ્થળ અને તારીખ નકકી કરવા માટે જિલ્લા કલેકટર કચેરીએ ૨૫ જેટલા વિભાગોના અધિકારીઓની બેઠક મળી
રાજકોટ ખાતે આગામી જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ઘડાઈ રહ્યું છે. જે સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે ૨૫ જેટલા વિભાગોના અધિકારીઓની બેઠક મળી હતી. ગરીબ કલ્યાણ મેળા માટે આગામી તા.૩,૪ અથવા ૫ એમ ત્રણ દિવસ પૈકી કોઈ એક દિવસ પસંદ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ શહેરમાં આગામી જાન્યુઆરી માસના પ્રથમ અઠવાડીયે ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. કલેકટર કચેરી ખાતે આજે ગરીબ કલ્યાણ મેળાના આયોજન સંદર્ભે ૨૫ જેટલા વિભાગોના અધિકારીઓની મીટીંગ મળી હતી. જેમાં ગરીબ કલ્યાણ મેળાની તારીખ તેમજ સ્થળ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત રાજયભરમાં જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. તમામ જિલ્લાઓમાં હાલ તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચુકયો છે. મળતી માહિતી પ્રમાણે ગરીબ કલ્યાણ મેળા માટે પ્રાથમિક તબકકે ત્રણ તારીખો પસંદ કરવામાં આવી છે. જાન્યુઆરી માસની તા.૩,૪ અથવા ૫ આ ત્રણ પૈકી કોઈ એક તારીખે રાજકોટમાં ગરીબ કલ્યાણમેળો યોજાનાર છે. ગરીબ કલ્યાણ મેળાના આયોજન સંદર્ભે મળેલી બેઠકમાં અધિક કલેકટર પરીમલ પંડયા, પ્રાંત અધિકારીઓ, ડે.કલેકટરો તેમજ મામલતદારો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.