પાણીમાં ગરક કોઝવે પરથી પસાર થઇ શાળાએ પહોચવુ પડે છે
ધોરાજીમા ગરબી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે જીવ નુ જોખમ ખેડી રહયા છે જે કોઝવે પાણી મા ગરકાવ થઈ ગયેલ છે આ કોઝવે ઉપર થી પસાર થઈ ને શાળાએ પહોંચી શિક્ષણ મેળવે છે.
રાજકોટ જીલ્લા ના ધોરાજી મા એક વિસ્તાર એવો પણ છે જ્યા વિદ્યાર્થી ઓ ને અભ્યાસ માટે જીવ ના જોખમે અભ્યાસ કરવો પડી રહ્યો છે બે વિસ્તાર ને જોડતો મુખ્ય માર્ગ એટલે કે કોઝવે હાલ પણ પાણી મા ગરકાવ થઈ ગયેલ હોય જેથી એક વિસ્તાર મા થી બીજા વિસ્તાર મા અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ખેડવી રહયા છે જીવ નુ જોખમ જે નદી ઉપર કોઝવે બનાવેલ છે એજ પાણી મા છે ગરકાવ થયેલ છે અને આજ નદી મા મગર સાપ તથા અન્ય જીવો રહે છે તે જ કોઝવે પર થી નિકળી રહયા છે 40 થી 50 વિદ્યાર્થીઓ
ધોરાજી ના રામપરા વિસ્તાર અને ચાંપાધાર વિસ્તાર ને જોડતો આ કોઝવે છે અને રામપરા વિસ્તારથી ચાંપાધાર પ્રાથમિક શાળા એ જવા માટે રામપરા અને ચાંપાધાર વચ્ચે આવેલ નદી નો કોઝવે નો ઉપયોગ રામપરા વિસ્તાર ના અંદાજીત 40 થી 50 વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે જીવના ના જોખમે રોજેરોજ જાય છે અહીં મગર નાગ અને અન્ય જીવો દેખાયા છે જેથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને અભ્યાસ અર્થે આજ કોઝવે નો સહારો લેવો પડે છે અને પોતાના કપડા પાણીની પલળી જાય છે અને શાળા એ પલળેલા કપડા પહેરી ને શિક્ષણ લેવુ પડે છે.
ગરીબ વર્ગ ના બાળકો શિક્ષણ લેવા માટે પ્રાઈવેટ સ્કુલ ની ફી દેવા માટે સક્ષમ ન હોય જેથી સરકારી શાળાઓ નો સહારો લેવો પડે છે અને શિક્ષણ લેવા માટે ગરીબ વર્ગ ના બાળકો ને શિક્ષણ લેવા માટે જીવ નુ જોખમ પણ લેવાનો વારો આવ્યો છે જેથી શાળા ના પ્રિન્સિપાલ તથા વિદ્યાર્થીઓ તથા વાલીઓ ની માંગ છે કે જે આ બેઠો કોઝવે એટલે કે પુલ છે તે ઉચ્ચો બનાવાય જેથી ગરીબ વિદ્યાર્થીઓ એ જીવ નુ જોખમ ન ખેડવવુ પડે અને પોતાનુ શિક્ષણ તકલીફ વિના મેળવી શકાય તેવી જવાબદાર તંત્ર પાસે રજુઆત કરી રહયા છે