આ તે કેવું સ્માર્ટ સિટી ફકત ૩ ઇંચ વરસાદમાં કલાકો સુધી લોકો ફસાયા: સાગઠીયા
શહેર કોંગ્રેસના કોર્પોરેટરો અને અગ્રણીઓ જણાવીએ છીએ કે તાજેતરમાં રાજકોટ શહેરમાં અડધો ઇંચ ધીમી ધારે વરસાદ પડતા કલાકો સુધી શહેરના ૮૦ ટકા વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. અને કલાકો સુધી રીપેરીંગ ન થતાં મુખ્યમંત્રી વિસ્તારના નાગરીકોને ભારે યાતના વેઠવી પડી હતી. રાજકોટ મેગાસીટીની હરણફાળ તરફ આગળ ધપી રહ્યું છે. ત્યારે પ્રિમોન્યુન કામગીરીના નામે પીજીવીસીએલ દ્વારા નાટક ભજવાયું હતું. પ્રિ મોન્સુન કામગીરીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવતા શહેરમાં અંધારપટ છવાયો હતો. હવે ચોમાસુ સક્રીય થઇ રહ્યું છે. ત્યારે ધોધમાર વરસાદ પડે તો ફરી લાઇટ ગુલ થવાની પુરી શકયતા છે.
ત્યારે વીજપોલ દુર કરી અન્ડર ગ્રાઉન્ડ કેબલનું કામ યુઘ્ધના ધોરણે પૂર્ણ કરવું, ટ્રાન્સફોર્મર અને જંપર સ્ટાન્ડર્ડ કંપનીના ઉપયોગ કરી સમયાંતરે એકસપર્ટ દ્વારા ચેકીંગ કરવું, નજીવા વરસાદે ફોલ્ટ સેન્ટરની પોલ ખુલી જાય છે અને ૧૮૦૦ ૨૩૩૧૫૫ ૩૩૩ ટોલ ફ્રી નંબર સતત વ્યકત આવે છે.
મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાની યાદીમાં જણાવાયું છે કે રાજકોટ મનપાને સ્માર્ટ સીટી ગણે છે પરંતુ આ તે કેવું સ્માર્ટ સીટી ફકત ૩ ઇંચ વરસાદમાં શહેરના અનેક વિસ્તારો વિખુટા પડી ગયા અને કલાકો સુધી ટ્રાફીમ જામ થઇ ગયો સ્માર્ટ સીટીમાં નજીવા ધીમી ધારે વરસાદ છતાં લોકો ફસાયા હતા. તાજેતરમાં રાજકોટના નવનિયુકત મેયર બીનાબેન આચાર્યે અને એ પહેલા મ્યુનિ. કમિશ્નર રાજકોટના તમામ મેઇન હોલ અને વોંકળાની સંપૂર્ણ સફાઇનો દાવો કરી જણાવેલ કે રાજકોટમાં પાણી નહી ભરાય પરંતુ મેયર અને કમિશ્નર નો દાવો પોકળ રહ્યો અને પાણી નહિ ભરાવાની પાણીદાર ખાત્રીનું જ સુરસુરીયુ થઇ ગયું છે. અને ફકત ૩ ઇંચ વરસાદે ભાજપની પોલ ખુલી કરી દીધી છે.