આ આર્ટીકલ તમારા જીવનમાં ખૂબ સારો પરિવર્તન લાવી શકે છે. આ દુનિયામાં ઘણા બધા લોકો એવા હોય છે જેમની યાદશક્તિ ઓછી હોય છે અને ઘણા બધા લોકો એવા હોય છે જેની યાદશક્તિ ખૂબ જ સારી હોય છે. આ માટે અલગ-અલગ પરિસ્થિતિ પણ અસર કરી શકે છે. જે વ્યક્તિ કામ કરતા હોય અને તેમને કામ પ્રત્યે ખૂબ જ લગાવ હોય તો તેમાં મન પોરવાઇ જતાં તે વ્યક્તિ કોઈ વાત ભૂલી શકે છે. ઘણીવાર આપણું ધ્યાન બીજી તરફ હોય છે અને કોઇ આપણને કંઈ કહે ત્યારે આપણે તેમને સાંભળતા તો હોઈએ છીએ પણ આપણે ત્યાં હોતા નથી. મેન્ટલી આપણે બીજે હોઈએ છીએ અને ફિઝિકલી લોકોની સામે ત્યારે કંઈ યાદ રહેતું નથી. ઘણા લોકો સામેવાળાની વાત ધ્યાનથી સાંભળતા નથી
અને પોતાની વાત જ મનાવવાનો પ્રયાસ કર્યા કરે. ઘણા લોકોને નાની-નાની વાત સમજવામાં મુશ્કેલી પડતી હોય છે જેના કારણે તેમને દુઃખી થવું પડે છે. યાદશક્તિ વધારવા એવું શું કરવું જોઈએ જેથી કોઈ વાતને આસાનીથી લાંબા સમય સુધી યાદ રાખી શકાય ?
રાત્રે સૂતી વખતે તમારે દસ મિનિટ એક કામ કરવાનું છે જેથી તમારી યાદશક્તિ માં સુધારો આવશે અને તમે બધું જ લાંબો સમય સુધી યાદ રાખી શકશો અને ફરીથી સવારે ઊઠીને પાંચ મિનિટ બીજું એક કામ કરવાનું છે જેથી તમારી યાદશક્તિ માં વધારે સારી રીતે સુધારો આવી શકે.
નીચે જાણો કયા છે એ બે કામ જે તમારી યાદશક્તિ વધારી શકે છે.
1.
રાત્રે સૂતી વખતે તમે સવારે ઉઠો ત્યારથી સુવા જાઓ ત્યાં સુધી તમે જે કંઈ પણ કર્યું હોય તેને ધ્યાનથી યાદ કરો. નાનામાં નાની વાત પણ સમાવી લેવી. આખી દિનચર્યાને ક્રમ અનુસાર શાંતિથી યાદ કરીને સુઈ જાઓ.
2.
સવારે ઊઠીને તરત પાછલા દિવસની દિનચર્યા જે તમે રાત્રે યાદ કરી હતી તેને ફરીથી સવારે યાદ કરો. રાત્રે તમે બધું ક્રમ અનુસાર યાદ કર્યું હતું તેથી રાત્રે તમને યાદ કરતા જેટલી વાર લાગી હતી તેના કરતાં સવારે ખૂબ જ ઓછી વાર લાગશે.
આજ રીતે રોજ આખા દિવસ ની દિનચર્યા રાત્રે યાદ કરી ફરી સવારે યાદ કરવાથી તમે માત્ર 21 દિવસ માં તમારી યાદશક્તિ માં સુધારો લાવી શકો છો. આવું કરવાથી તમે નાની નાની વાતોને પણ સમજતા શીખી જશો અને તેનું મહત્વ પણ તમે સમજી જશો સાથે ક્યારેય તમને કોઈ વાત યાદ રાખવામાં મુશ્કેલી નહિ પડે.
– આર. કે. ચોટલીયા