હૈયામાં હામ અને જસબા માં જોમ હોય તો દુનિયા ની કોય તાકાત રોકી સકતી નથી .કદાચ આ વાત સબ્દો ના સણગાર પુરતી સારી લાગે પણ જયારે હકીકત બને ત્યારે દુનિયા તેને સલામ કરતી જોવા મળે છે .એક આવોજ કિસ્સો બન્યો છે ગીર સોમનાથ જીલ્લા ના ખોબા જેવડા લાટી ગામ ની ભારતી યોગ ગુરુ ના નજરે જોવા મળી રહી છે .જેને ઇન્ટર નેસનલ લેવલ ની સ્પર્ધા માં પહેલા નંબર પર આવી માત્ર ગીર સોમનાથ જીલ્લા નું જ નહિ પણ આખા દેશ નું નામ રોસન કરેલ છે..
- ગીર સોમનાથ જીલ્લા ના લાટી ગામની ભારતી બની ઇન્ટર નેશનલ યોગ ગુરુ
- ભારત દેશ અને ગીર સોમનાથ જીલ્લા નું ગૌરવ વધારતી ગરીબ પરિવાર ની ભારતી
- ઇન્ટર નેશનલ લેવલ ની સ્પર્ધા માં લાટી ગામની ભારતી નંબર ૧ પર આવી
- વેરાવળ ભાલકા ના નિરાલી ખોડીયાર આશરમ માં કરાયું ભવ્ય સન્માન..
મન હોય તો માળવે જવાય બસ જોયે હયા માં હામ આ પંક્તિ ને સાર્થક કરી છે ગીર સોમનાથ જીલ્લા ના નાના એવા લાટી ગામની ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી ભારતી સોલંકી એ . લાટી ગામ માં નાના એવા મધ્યમ પરિવાર ના રાણાભાઈ આજા સોલંકી અને માલીબેન ને સંતાન માં એક જ પુત્રી ભારતી છે .એક જ પુત્રી ને પેટે પાતા બાંધી ને કપરી પરીસ્થિતિ માં પુત્રી ને ભણાવી અને આ પુત્રી એ પણ માતા -પિતા ના કઠોર પરિશ્રમ નો જવલંત પરિણામ આપ્યું છે .બસ બાળપણ થી જ પોતાની સંસ્કૃતિ પ્રત્યે નો લગાવ અને ભારતીય સંસ્કૃતિ ને વિશ્વ સતરે જાગૃત કરવાની મરી મીટવાની તમન્ના .
ભારતી ને યોગ ક્ષેત્રે પહેલે થી જ ખુબ રૂચી હતી .અને હાલ માં અમદાવાદ યોગ યુનિવરસીટી માં અભ્યાસ કરે છે . યોગ કર્મેસું કૌશલ્લમ પંક્તિ ને સાર્થક કરતી ભારતી એ તાજેતર માં જ મલેશિયા ના કુરુવલમ માં યોજાયેલી ઇન્ટર નેશનલ યોગ ચેમ્પિયન શીપ ૨૦૧૮ માં ભાગ લીધો હતો તેમાં દુબય ,થાયલેન્ડ ,મલેશિયા સહીત ૧૬ દેશો ના સ્પર્ધકો તેની સામે થયા હતા .જેમાં પ્રથમ ક્રમાંક સાથે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન માં ભારતી એ ટાયટલ જીતી અને દેશ નું નામ રોશન કર્યું .ત્યારે માત્ર ગુજરાત જ નહિ પણ દેશ નું નામ આંતરરાષ્ટ્રીય લેવલે દેશ નું નામ રોશન કરેલ છે અને તેના નાના એવા લાતી ગામ નું નામ પણ દેશ ના નાકશા માં ચમકતું કરી દીધું છે જેનો ગામ લોકો ને પણ ખુબજ આનંદ છે અને ભારતી લાટી ગામે આવતાની સાથે જ જાણે લગન જેવો માહોલ બન્યો હતો .
અબીલ -ગુલાલ ની છોળો અને ઢોલ નગારા સાથે ભારતી નું પરિવાર અને ગામલોકો એ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું..તેમજ વેરાવળ ના ભાલકા માં આવેલ નિરાલી ખોડીયાર મંદિર આશારામ માં બજરંગદાસ બાપુ અને આહીર સમાજ દ્વારા સન્માન કરાયું હતું.
ભારતી સોલંકી [ ગોલ્ડ મેડલ મેળવનાર -, લાટી ] એ પોતાની સિદ્ધિ વિષે કહ્યું કે…
ભારતી પાસે અત્યાર સુધી માં ૩૩ ગોલ્ડ મેડલ મેળવ્યા છે જેમાં ૫ ઇનટર નેસનલ છે અને ૮ નેસનલ છે અને બાકી ના રાજય લેવલ ના છે .અને તાજેતર માં મલેશિયા ખાતે ૨૦૧૮ ની સ્પર્ધા માં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન નો ખિતાબ મેળવ્યો છે. છેલ્લા ૧૦ વર્ષ થી યોગ ની સપ્ર્ધા ચાલુ કરી છે .જેમાં તાલુકા કક્ષા થી લય રાજય અને રાજય થી લય નેસનલ થી લય આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પ્રથમ નંબર પર આવેલ છે.
બજરંગદાસ બાપુ [ મહા મંડળેસ્વર – ભાલકા ] એ ભારતી વિષે કહ્યું કે…
ભારતી ને સાધુ સંતો એ પણ આશીર્વાદ આપ્યા છે અને સાથે દુખ પણ વયકત કરેલ છે કે લાટી ગામની ગરીબ પરિવાર ની આ દીકરી એ આંતરરાષ્ટ્રીય લેવલે દેશ નું નામ રોસન કરેલ છે છતાં પણ સરકાર દ્વારા તેમને કોય સહાય મળેલ નથી .ત્યારે ભાલકા ના મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ એ દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાત ના મુખ્ય મંત્રી ને આ બાબતે લેટર લખી રજૂઆત કરનાર હોવાનું જણાવેલ છે .
વિક્રમ આહિર [ સરપંચ – ભાલપરા ગ્રામ પંચાયત ] એ ભારતીને બિરદાવતા કહ્યું કે..
આહીર સમાજ ના અગ્રની અને ભાલપરા ગ્રામ પંચાયત ના સરપંચ વિક્રમ ભાઈ એ જણાવેલ કે ભાલકા માં આહીર સમાજ ના સમુહ લગ્ન માં પણ ભારતી સોલંકી નું સન્માન કરશે અને ભારતી એ દેશ નું નામ તો રોસન કરેલ છે પણ આહીર સમાજ નું પણ નામ રોસન કરેલ છે .
આજ ના યુગ માં દીકરો જ યુગ તારે તેવી માન્યતા ધરાવતા માં બાપે આ કીશ્શો જોય ને ઘણી શીખ લેવાની જરૂર છે . કારણકે જે દીકરી કરી સકે તે ક્યારેક દીકરો પણ ના કરી સકે . માટે દીકરા દીકરી એક સમાન હોવા જોયે અને દીકરી ને પણ દીકરા જેવું સન્માન અને સિક્ષન મળવું જ જોયે…..