તાઉતે વાવાઝોડા નામના કહેરે પોલ્ટ્રી ફાર્મમમાં વ્યાપક નુકશાન પહોચાડયું છે. જેના કારણે સ્થિતિ દયનીય બની ગઇ છે. કોડીનારમાં તૌકતે વાવાઝોડાના ભંયકર તુફાનમાં કોડીનાર મુરઘી પોર્ટી ફાર્મમાં લાખો રૂપિયા નુ નુકશાન સરકાર એક નજર આ નુકશાન ઉપર પણ નાખે કારણકે કોડીનાર શહેર અને ગામડાઓમાં લોકો મુરઘીના નાના બચ્ચાઓને લાવી ઉછેરે છે અને તેમા લાખો રૂપિયાનુ રોકાણ થાય છે
તેમજ આ ઉછેર કેન્દ્રમાં મોંઘુ ખાતર(ચણ) અને 24 એ કલાક દેખરેખ રાખી ઉછેરે છે તેમા અચાનકઆ તૌકતે વાવાઝોડાનુ 130કી.મી મા પવન ફુંકાતા આ પોર્ટી ફાર્મોમાં લાખો રૂપિયાનુ નુકશાન જાણવા મળેલ છે કારણકે આ પોર્ટી ફાર્મ પાછળ ઘણા એવા ગરીબ પરિવારોની જીવાદોરી ચાલે છે જેથી આ નુકશાની નો પણ સર્વે કરવા પોર્ટી ફાર્મના માલીકોની લાગણી અને માંગણી છે.