તેમની સેવાકીય પ્રવૃત્તિનો વ્યાપ વિશ્વભરમાં વ્યાપે તેવા આશિર્વાદ પાઠવતા પૂ.નમ્રમુનિ મહારાજ
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ
પૂ. નમ્રમુનિને સરગમની પ્રવૃત્તિથી વાકેફ કરીને લીટરેચર અર્પણ કર્યુ
રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં સતર વર્ષ બાદ ચાતુમર્સિ અર્થે પધારેલા સાધુ સંત, યુગદિવાકર, યુવા હૃદયસમ્રાટ પૂ.નમ્રમુનિ મહારાજના દર્શનાર્થે તાજેતરમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા જૈન અગ્રણી જીતુભાઈ બેનાણીની સાથે પધાર્યા હતાં.
રાષ્ટ્ર સંત પૂ. નમ્રમુનિ મહારાજે મુલાકાત દરમિયાન સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવતા જણાવ્યું હતું કે સમાજલક્ષી સેવાઓ પ્રશંસનીય છે. સરગમની સુવાસ માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર કે ભારત પુરતી નથી પણ વિશ્વભરમાં મહેકે છે. સરગમની સેવાકીય પ્રવૃત્તિઓ વધુ વેગવંતી બનાવે તેવા અંત:કરણના આશીવર્દિ છે.
આ તકે ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે સેવાકીય પ્રવૃત્તિઓમાં જૈન સમાજનો પણ સહયોગ મળતો રહે છે. જીતુભાઈ બેનાણી થકી અનેક દાતાઓએ સરગમની પ્રવૃત્તિ નિહાળીને યોગદાન આપ્યું છે. આપ જેવા ગુરૂ ભગવંતોના આશીવર્દિ એ જ અમારી સેવાકીય પ્રવૃત્તિને વેગવંતી રાખે છે.
જીતુભાઈ બેનાણીએ જણાવ્યું હતું કે ગુણવંતભાઈ ડેલાવાળાએ નાના ભુલકાથી માંડીને સિનિયર સીટીઝન સુધીનો ખ્યાલ રાખ્યો છે અને તેમની માનવ સેવાકીય પ્રવૃત્તિઓને સમસ્ત જનસમાજ બિરદાવી રહ્યો છે.
ત્યારબાદ પૂ.નમ્રમુનિ મહારાજે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને પુન: આશીર્વાદ આપ્યા હતાં અને સેવાકાર્યોને વધારે ગતિશીલ બનાવો તેમ જણાવેલ હતું.
આ મુલાકાતમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.ને સરગમ કલબની તમામ સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર આપતી બુકલેટ સહિતનું સાહિત્ય આપેલ હતું.